Help Line For Averting suicides

         Your living is determined not so much by what life brings to you as by the attitude you bring to life; not so much by what happens to you as by the way your mind looks at what happens – Kahlil Gibran

 

               I am observing since long that people of all age groups are resorting to committing suicide. They feel that there is no use in living further and take away their lives in matter of seconds leaving their families in dejected, hopeless and sorrowful circumstances. This is a grave situation and needs attention of the society. What kind of society are we building up?

(A) This problem of resorting to suicide originates from variety of smaller problems   given below.

1)     Lack of finance or suddenly facing huge financial crisis.

2)     Failure in love relationship.

3)     Failure to achieve desired results, for example in examinations.

4)     Excessive pressure by teachers and parents to do well at all stages.

5)     No stress free atmosphere at home or school, no time to relax.

6)     Frequent quarrels between parents at home.

7)     Very emotional nature.

8)     Failure to get a job, promotion etc.

9)     Fear of social dejection and defamation.

10) Sudden loss of loved ones.

11) Some kind of mental disorders.

12) Persistent incurable diseases.

13) Negligence by family members and society at large in giving support in way of imparting proper medical help and moral assistance to would be suicides and many other reasons out of my knowledge

In short such people need help and need it urgently, they are in fact, victims of social and financial circumstances and more over most of the time their own lack of understanding of life. 

To understand the gravity of the situation I will take help of some news paper reports.

1)   Divyya Bhaskar (Gujarati Daily News Paper) reported on     21/9/2011’s issue that in saurastra region of Gujarat state six students committed suicide in the period of seventeen days i.e. between 3/9 to 20/9/2011. Also there are no psychological councilors available either in costly private schools or govt. schools. At least there should be one such councilor between three or four schools to help students mentally.

At this stage, I want to clarify here that we adults, consider our selves very smart and don’t listen to any body else except some phony ‘babas’, politicians and our bosses who promise us sky reaching riches. But what about our poor children who are really slogging their heart out to fulfill our foolish and outrageous dreams and demands. When your children are below ten, you are likely to worry for them every minute and would try to fulfill all their desires and wants but after that you feel that you are relieved since they are growing up, and need your attention less and fall sick less frequently, They are now called teenagers. At this age  their emotions are soaring high and there is a dream to capture the world. Oh! No they are just striving to find their soul mate and enjoy life, singing and dancing. Again you plunge yourself in money-making business. Actually, my friends this stage when children need your top most guidance, help, attention and more over your love you are mentally far away.     

Now coming back to the news paper reporting, there I saw some expert advice by doctors which I feel should be included here.

  • આ સમસ્યાને જંર્લાઇજ ન કરી શકાય, દરેક બાળકની સમસ્યા અલગ હોઈ શકે છે , માતા- પિતા બાળકની સમસ્યાને સમજે , તેનો પ્રોબ્લેમ આઇડેન્ટીફાય કરે.
  • બાળકની ખૂબીઓજ જ જોયે રાખવાને બદલે તેમની મર્યાદાઓ સમજો.
  • કોઈ બાળકને બધુજ આવડે છે  તેવું ન હોય. તેને નથી આવડતું તે તેનો ગુનો નથી તેમ માનવું અને તેને મનાવવું.
  • બાળકને સતત કાઇક એવું દર્શાવો , વાત કરો જે પોજીટીવ હોય.
  • તે આશાવાદી બને તેવી વાત કરો.
  • સ્કૂલમાં પરીક્ષાઓનું પ્રમાણ ઘટાડવું જોઈએ.
  • સ્ટારબેચ , સુપર સ્ટારબેચ જેવા કોઈ ભેદ રાખવા ન જોઈએ.
  • ઓછા માર્કસના કારણે બાળક પોતાની માનવીય ઓળખ તથા સ્વમાન ગુમાવી બેસે તેવું વાતાવરણ ન હોવું જોઈએ.
  • રમત ગમતનું પ્રમાણ વધારવું જોઈએ, તેનાથી નેતૃત્વ અને આત્મવિશ્વાસનું ખીલે છે.
  • હોસ્ટેલના વાતાવરણ અંગે પૂરતી તપાસ  થવી જોઈએ.
  • બાળકો અને વાલીઓ વચ્ચે ઘરમાં ફ્રેંડલી વાતાવરણ હોવું જોઈએ. જેથી બાળકો પોતાના મનની વાત કે ઈચ્છા વ્યક્ત કરી શકે.
  • શાળાઓમાં કાઉન્શલિંગ સેન્ટર હોવા જોઈએ.

—–સલાહ : ડો. કલ્પેશ ચાંદ્રાણી, ડો. વિજય નાગેચા, ડો. પરેશ શાહ , ડો. ચેતન હાંસલીયા    

(બી) હવે થોડું વિચારીએ, જેથી હું મારા મૂળ કામ પર આવી શકું, આગળ આપણે આત્મહત્યા કરવા પાછળના વિવિધ કારણો જોયા અને ડોક્ટર સાહેબોની ખુબજ સરસ સલાહો પણ જોઈ. પરંતુ ફક્ત સલાહથી કામ સરી જતું હોય તો આ પ્રશ્ન આમ વિકરાળ મોં ફાડીને ન ઊભો હોત. સમાજે, માં-બાપે અને ટીચરોએ સમય પહેલા નિશાનીઓ પારખીને યોગ્ય પગલાં સત્વરે લેવા જોઈએ. અને તે માટે આ પ્રશ્નનું પૂરતું જ્ઞાન મેળવી લેવું જરૂરી છે. અન્યથા અંધારામાં ગોળીબાર કરવા જેવી પરિસ્થિતી થશે. આત્મહત્યાના પ્રશ્નને નેવું ટકા મન અને તેના વિચારો સાથે નિસ્બત છે માટે થોડી ઘણી મનોવૈજ્ઞાનીક સમજણ જરૂરી છે. માનસિક પાવર કે તાકાત કેવી રીતે વિકસાવી શકાય કે કપરા સંજોગોમાં ટીનેજર કે મોટું માણસ આવા પગલાં ન ભરે. દરેકના સંજોગો અને સમસ્યાઓ અલગ-અલગ હોય છે પરંતુ ઉપાય એક જ છે અને તે છે મજબૂત મનોબળ અને જીવનની સાચી સમજણ  

જે માટે જીવનની ખુબીઓ સમજવી જરૂરી છે. અમુક હકીકતો સ્વીકારીને ચાલીયે તો સમસ્યાઓ વિકરાળ નહીં લાગે દોસ્તો.

સુખ અને દુ:ખનું ચક્ર.

આપણી દરેકની જિંદગીમાં જુદી જુદી ચાર જાતની વિરોધાભાસી પરિસ્થિતિઓ મોટાભાગે આવતી હોય છે.

(૧) પ્રસંશા અને દોષારોપણ (૨) લાભ અને નુકશાન (૩) ખુશી અને દર્દ કે પીડા  (૪) ખ્યાતિ અને બદનામી .

             કોઈ પણ નાનો માણસ કે મોટો માણસનું જીવન તપાસવાની છૂટ છે. આ સહજ છે. આની સહજતા સ્વીકારી લેવી જોઈએ. કુદરતના ક્રમમા જેમ રાત- દિવસ અને વારાફરતી ઋતુઓનું ચક્ર અવિરત ચાલે છે, બસ તેમજ. હા, ક્યારેક કોઈને થોડો ઘણો ડોજ વધાર થઈ જાય છે. પણ તેથી શું ? ક્યારેક વધારે લાભ મળતો હોય તો કેવા તે મેળવવા દોડી જાવ છો. પ્લાસ્ટિક જલ્દીથી ઓગળી જાય છે અને લોખંડને વાર લાગે છે. માટેજ જરા વધારે મજબૂત બનો. નાની વાતમાં લાગણીવેડા, રિસાઈ જવું, જગડા કરવા, જીદ કરવી આ બધી નબળા મનની નિશાનીઓ છે. માં- બાપ દુનિયાની તમામ વસ્તુઓ અને સુખ બાળકોને આપવા ઈચ્છતા હોય છે પરંતુ તેમની પણ મર્યાદાઓ હોય છે.

     આમ સુખ અને દુખની જીવનમાં અનિવાર્ય હાજરી સ્વીકારી લો અને સાથે સાથે એ પણ જાણો કે  સુખ પછી દુખ રાહ જોઈને ઊભું હશે, તેજ રીતે દુખ પછી સુખ આવસે જ. માટે જેટલા તમે સુખમાં ખૂબ આનંદિત થઈને કૂદશો એટલા જ ઊંડા દુખની લાગણીઓમાં ડૂબકી મારશો. એટલેજ બંને  પરિસ્થિતિઓમાં સમભાવ કેળવી ચાલવું સમજણનું કામ છે. કોઈ સિધ્ધી મેળવી હોય ત્યારે અને કોઈ નિષ્ફળતા હાથ લાગી હોય ત્યારે એમ બંને સંજોગોમાં વિચલિત ન  થાવ ત્યારે તે બેલેંસેડ મનની નિશાની છે, સ્થિરતાની નિશાની છે. હવાઈ કિલ્લાઓ બનાવવાનું છોડી દો. તમારી ખામીઓ અને ઉણપો સમજો અને પછી ફળની આશા રાખો.

મુકાબલો કરવો જરૂરી  

         ઘણી બધી બાબતો જિંદગીમાં એવિ હોય છે કે જેની તરફ ઓછામાં ઓછું ધ્યાન અપાય તો મોટું કામ થઈ જાય. દા. ત. તમારા વિઘ્ન સંતોષી મિત્રો કે જે તમને કાયમ નીચા પાડવા કે નીચા દેખાડવાની કોશિશ કરતાં હોય છે. એવો બોસ કે જે તમને ખોટી રીતે હેરાન કરતો હોય, નાની નાની ભૂલો કાઢતો હોય. શું કામ તમારે આવી નાની વાતોને જીવન મરણનો પ્રશ્ન બનાવવો જોઈએ. શું કામ એવી માનભંગની કે અવગણનાની પળો વારેઘડીએ યાદ કરીને દુખી થવું જોઈએ. એવા લોકોને શું કામ યાદ કરવા જોઈએ કે જે લોકોએ તમારી પ્રથમથી જ કદર કરી નથી. આવા લોકો તેમની પોતાની ટૂંકી અને હલકી દ્રષ્ટિથી મૂલવતાં હોય છે. તેમના માપદંડ નીચા હોય છે. તેમનો સ્વાર્થ ન સધાય એટલે તરતજ તમારી ખોદણી ચાલુ કરી દેશે. માટે આવા લોકોને ઓળખી લઈ જવા દો. તમે જાતે તમારી કિમંત આંકો અને બીજાના અભિપ્રાયોને નેવે મૂકો.

           જિંદગી ખૂબ વિશાળ અને વહેતી નદી જેવી છે. જેમ જેમ આગળ વધો તેમ તેમ અડચણો પણ આવશે. તેથી શું થઈ ગયું ? કદાચ તમે ટોપ પર ન પહોચી શક્યા હોય, કદાચ ઓછા માર્કસ આવ્યા હોય, પ્રમોશન નથી મળતું, ઘરવાળી ભાગી ગઈ, છુટાછેડા થયા, મોટું નુકશાન આવ્યું, પરંતુ આ બધુ બરાબર જિંદગી નથી. આમેય આ બધાની કઈ કિમત નથી. તમારી પાસે બીજા ઘણા એવા ગુણો અને ખુબીઓ છે જેની તમને ખબર નથી. અને તેનાથી તમો મુકાબલો કરીને પાછા શાંતિમય સુખમય જીવન બનાવી શકો છો. વારે વારે મળતી નિષ્ફળતાનો સામનો કરવો તેજ બહાદુરીનું કામ છે. નહિતર તમારી પ્રગતિ અટકી જશે અને માનસિક અસરો હેઠળ આવવા લાગશો. માટે

મકકમતાથી પાણી પહેલા પાળ બાંધો. પ્રેમ અને વિશ્વાસની તાકાતથી જીવનને સબળ બનાવો. આ બંને ગુણો બેંકમાં રહેલ બેલેન્સ જેવુ છે. બેલેન્સ હશે તોજ એટીએમમાંથી પૈસા નીકળશે. માટે પ્રેમ અને વિશ્વાસનું બેલેન્સ ભેગું કરવું પડશે. તમારામાં જેમ લોકોને વધુ વિશ્વાસ હશે તેમ તમને મુશ્કેલ સંજોગોમાં મદદ મળી શકશે. હંમેશા સ્વાર્થીપણું રાખ્યું હશે તો કોઈ તમારી મદદ નહીં કરે.                

   હકારાત્મક વલણ :  પોજિટિવ થિંકિંગ

       માણસનું મન પોજીટિવ અને નેગેટિવ બંને તરફ વિચારો કરવા ટેવાયેલું હોય છે. નેગેટિવ વિચારોની ખૂબ ખરાબ અસરો થતી હોય છે. જ્યારે પોજીટિવ વિચારોનું પરિણામ સારું આવતું હોય છે. આ સમજીને કાયમ માટે મનને હકારાત્મક વિચારો કરવાની ટેવ પાડવી જોઈએ. તે માટે થોડા  

મદદરૂપ માનસિક વલણો જોઈએ.

૧ – ભૂલોથી ગભરાસો નહીં,  જ્યાં સુધી નવી નવી ભૂલો થાય ત્યાં સુધી માંનજો કે તમે પ્રગતિ કરી            રહ્યા છો.

 ૨ – “ હજી સુધી “ શબ્દનો પ્રયોગ કરો. દા. ત. હજી સુધી આ મને નથી આવડતું.

૩ – જીવનમાં ક્યારેક પાછા પડ્યા હોવ ત્યારે પારોઠના પગલાં નથી ભરવાના પરંતુ જ્યાં હતા ત્યાં પાછા આવવા માટે પ્રયત્ન કરવાનો છે.

૪- ગણતરીપૂર્વક્ના જોખમો લેવામાં બીક ન રાખશો.

૫- જીવનનું વિશાળ ચિત્ર જોતાં શીખો . આ કઈ પરીક્ષા નથી કે એકાદ દાખલો ન આવડયો તો નાપાશ.

૬ – જે લોકોએ પોતાનો સર્વોચ્ચ પ્રયત્ન કરેલ છે તે લોકોએ કોઈ દિવસ અફશોસ નથી કર્યો. મહેનતમાં ખામી ન રાખશો  

૭ – જીવનમાં સાચી પસંદગી કરો, સાચા, સારા, નિર્ણયો કરો જેથી કરીને પાછળથી ભોગવવું ન પડે. તમારી સાચી પસંદગી તમને બનાવશે ( આગળ લાવશે.)

૮ – બહાનાબાજી છોડો. ભૂલ થાય તો બીજા પર ઢોળવાની ટેવ મૂકી દો.

૯ – જવાબદારી સ્વીકારતા શીખો, આળસ, બેજવાબદારી, અને મહત્વાકાંખ્શાની ઉણપ આ ત્રણેય તમને ધીરે ધીરે ખોખલા કરી નાખશે.

૧૦ – “ હું મહાન છું “ તેવા વલણમાથી મુક્તિ મેળવો, તે તમને આગળ વધવા નહીં દે, કોઇની સાચી સલાહ ગળે ઉતરવા નહીં દે. તેના બદલે મારે ઘણું શીખવાનુ છે તેવું વલણ અપનાવો..

૧૧ – પ્રેમ ખરીદી શકાતો નથી, એક તરફી પ્રેમ વ્યાજબી નથી.

૧૨ – “ ધેર ઈજ નો ફ્રી મીલ “ અથાર્ત મહેનતનો કોઈ વિકલ્પ નથી.

             છેલ્લે,  આજથી પચાસ વર્ષ પછી કોઈનેય એ યાદ નહીં હોય કે તમે કઈ ગાડી ચલાવતા હતા, કયા બંગલામાં રહેતા હતા, કે શું ભોજન લેતા હતા. યાદ રાખશે તો એટલુજ કે તમોએ કોઈના જીવન બદલ્યા કે બદલવાની કોશિશ કરી.

અમુલ્ય જીવન માણો, તકલીફ હોય તો ઓથરને મેઈલ કરો : prajmcjamnagar@yahoo.co.in            

Advertisements

2 thoughts on “Help Line For Averting suicides

  1. hello sir,

    Its a good thought to reinforce ones thoughts or say state of mind. Everyone seeks peace and harmony in their life at all phases, but somehow they lack it in their life because of agitation, irritation, frustration and fate and as well many other parameters. But suicide is not the way to get away with all this situations. Its a part of life and you have to face it, finding the solutions.
    Hope this helpline will sure make a difference in ones life…..

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s