આંધળા – લંગડાની જોડી : રાજકીય લેભાગુઓની રમત

            આજકાલ જનતા મોટી વિમાસણમાં છે. ખાસ કરીને ગુજરાતમાં ચૂંટણીઓ આવી રહી છે. પવિત્ર અને પાછો વળી કીમતી મત કોને આપવો? મહા મુંજવણ થઈ ગઈ છે. શું આપણો મત કીમતી છે ? શું તેને પવિત્ર કહી શકાય ? કે પછી નેતાઓ પઢાવે છે તેમ બકે રાખીએ છીએ. શું આપણે કદી એ વિચાર્યું છે કે આ પ્રવર્તમાન ગોબરી લોકશાહીને  બહેતર કેમ બનાવી શકાય ? વર્ષોથી આપણે બધા તેના કડવા ફળ ચાખીએ છીએ. દુનિયાના મોટાભાગના દેશોએ લોકશાહીને સ્વીકારી છે. તેનો મતલબ એ નથી કે તે સંપૂર્ણ છે. આ પધ્ધતિ માં રહેલ ખામીઓ આજના સમયને અનુરૂપ સુધારવાની જરૂર છે. એક evm machine વોટિંગ સિસ્ટમ સિવાય તેમાં કોઈ બદલાવ નથી આવ્યો . ખામીઓ સૌ કોઈ જાણે છે અને સમજે છે પણ બોલવા કોઈ તૈયાર નથી. ચલાવી લેવાની આદત અને મજબૂરી થઈ ગઈ છે. અણ્ણા હજારેને ખૂણામાં બેસાડી દીધા . લોક જુવાળ ઠંડો પડી ગયો. કેમ ?

              નેતાઓ થોડા મોડર્ન થયા કે પછી કનીગ થયા એટલે હવે વિકાસના નામે પવિત્ર અને પાછો વળી કીમતી મત માંગવા નિકળી પડ્યા છે. પણ શું આપણાં કીમતી મતની કિમત થાય છે ? તેની વેલ્યુ છે ? કે પછી સત્તા પર ચઢી બેસવાનો ઉપાય છે માત્ર. હમેશથી અને કાયમી ધોરણે આપણાં માથે એજ ઉમેદવારોને ઠોકી બેસાડવામાં આવેછે કે જેઓના પાસે મનીપાવર, મસલ્સ પાવર અને જાતિનું જોર હોય. આટલી લાયકાત કોઈ પાસે હોય એટલે થઈ ગયા લાયક ઉમેદવાર. ટિકિટ અવશ્ય મળશે. પછી ભલે તે અંગૂઠાછાપ કે ભ્રસ્ટાચારી હોય શું ફરક પડે છે. ફરક તેમને નહીં આપણને પડે છે.  જો આવા ઉમેદવારો માટે મત પડતાં હોય અને ચૂંટણી જીતાતી હોય તો એવા મતો ને શું કીમતી અને પવિત્ર કહી શકાય ? હરગિજ નહીં. ઊલટાનું આપણે મત આપીને આવા લોકોને પ્રજાનું શોષણ કરવાનું લાઇસન્સ આપી પાપકર્મ કરીએ છીએ. જે મતોથી લાયક અને ઈમાનદાર ઉમેદવાર ચૂંટાય તેવા મતો જ દેશ અને પ્રજા માટે પવિત્ર માની શકાય. આ તો એક ફેશન થઈ ગઈ છે કે ચૂંટણી ટાણે કીમતી અને પવિત્ર જેવા ભારેખમ શબ્દો વાપરી મત આપવા માટે ભોળી પ્રજાને આકર્ષી શકાય.  એક દિગ્ગજ નેતાએ તો એમ કહયુ હતું કે દિપાવલિના મહા પર્વ પછી તરતજ ચૂંટણીનું મહા પર્વ આવનાર છે એટલે અમોને મત આપશો અને રાજકારણીઓને ફરીથી પોતાના રોટલા શેકવાની તક પ્રાપ્ત થાય. પ્રશ્ન એ છે કે બીજા દેશોની સાપેક્ષમાં આપના દેશની આ ગડબડ લોકશાહીથી પ્રજાને મુક્ત કેમ કરી શકાય ? લોકશાહી દેશનો વહીવટ ચલાવવા તેમજ વ્યક્તિગત સ્વતંત્રતા માટે ખુબજ સારી અને વખાણવાલાયક પધ્ધતિ છે. પણ અત્યારે જોઈએતો કરપ્સન, નોકરી વિના રખડતા યુવાનો, કલાકે કલાકે વધતી મોઘવારી, કાનૂની પ્રક્રિયામાં થતો બેસુમાર વિલંબ, ભ્રસ્ટાચારીઑની બોલબાલા વગેરે દર્શાવે છે કે આ સ્વતંત્રતાનો બદલો પ્રજા આમજ પીસાઇને અને ચૂસાઇને ચૂકવે છે.  હાથ જોડીને પવિત્ર મત માંગનારા તાનાશાહ જેવુ વર્તન કરવા લાગ્યા છે, નામની,  ફક્ત પ્રજાને છેતરવા પૂરતી લોકશાહીની રમત માંડી છે.

               બદલાવ જરૂરી છે. અને તે પણ જડપથી. લોકો કે પ્રજા કહેશે કે અમે શું કરીએ અમારી પાસે મત આપવાની એક માત્ર સત્તા અને પવિત્ર ફરજ છે. અમે કઈ રીતે ચેન્જ લાવી શકીએ. તમે લોકો કહો છો કે યોગ્ય ઉમેદવારને મત આપવો. પરંતુ અમારે વોટ કોને આપવો એક આંધળો એટલે કે દિશાવિહીન છે અને બીજો લંગડો એટલે કે ચાલી શકે તેમ નથી. તેમ છતાં આ રાજકારણીઓ પોતાની પાર્ટીઓના નામ પણ એવા આકર્ષક રાખે છે કે અમે જાણતા લાલચીને મત આપી બેસીએ છીએ. દા.ત. ભારતીય જનતા પાર્ટી (એટલેકે ભારતના લોકો માટેની પાર્ટી), પરીવર્તન પાર્ટી( લોકો માટે ખુબ પરીવર્તન લાવીશું), સમાજવાદી પાર્ટી (બધાને સરખો ન્યાય અપાવીશું) વગેરે વગેરે. પ્રજાને ગમે તે ભોગે લલચાવો. કાયમ ભેળસેળિયા પકડાતાં હોય છે. ખૂબી તો જુઓ . આ લોકો નકલી ઘી, મરચું, હળદર કે ધાણાજીરું વેંચવા માટે ભગવાનના નામનો ઉપયોગ કરતાં પણ શરમાતા નથી. ગોકુલ બ્રાન્ડ, ક્રિષ્ના બ્રાન્ડ, શિવ બ્રાન્ડ વગેરે એટલે લોકો વિશ્વાસ મૂકી ખરીદી લે. અહી જે લોકો અસલી માલ વેંચે છે તેઓની વાત નથી કરતો. પ્રજા આપણી મહદઅન્સે લાલચી અને ભોળી છે. ગમે તે છેતરી જાય. થોડાક ખોટા વચનો આપો , સુખ અને શાંતિની લાલચ આપો એટલે છેતરાવા માટે તૈયાર. સુપ્રીમ કોર્ટના એક નિવૃત જજ અને પ્રેસ કાઉન્સીલ ઓફ ઇંડિયાના પ્રમુખે નિવેદન આપ્યું હતું કે ભારતની નેવું ટકા પ્રજા મૂર્ખ, લાલચી અને અંધ શ્રધ્ધાથી ભરેલી છે. આ સત્ય સ્વીકારવું કડવું છે પણ છૂટકો નથી. કોઇક ની લાગણી દુભાતા કેસ કર્યો છે અથવાતો કોર્ટ મારફત નોટિસ ફટકારી છે. તેનો તેમણે જવાબ પણ આપ્યો છે. ખેર, તાજેતરમાં નિર્મલબાબો ચૂનો મારી ગયો.

પ્રજાનું માનસ અને નેસનલ કેરેક્ટર ઘડવું પડશે. તોજ ચીલાચાલુ લોકશાહીમા આમુલ પરીવર્તન લાવી શકાશે. રાજકારણમાં એજ્યુકેસન ફરજિયાત કરવું પડશે.

Advertisements