THIS COLD WAVE

આ હા હા શી ટાઢ

જડબામાં જકડી લે સહુને

જાણે જમની દાઢ

વહેલા ઉઠવું કસરત કરવી

તેલ ચોળવું કહેતા મુરબ્બીઓને

મોજ પડે છે, રોજ શિખામણ દેતાં

પણ મને ગમે છે મોડે સુધી નિંદર કરવી ગાઢ

આ હા હા શી ટાઢ.

ગોદડીઓની વચ્ચે ગરતી કરતી કઈક અડપલાં

પચાસ હેઠે પારો જાતા પહેરું ડબ્બલ કપડાં

ટાઢ કહે કે, હું ય ઠરું  છું  બહાર મને કા કાઢ ?

આ હા હા શી ટાઢ

—–કવિશ્રી મીનપિયાસી