વિશ્વ મહિલા દિવસ — ૮ મી માર્ચ

વિશ્વ મહિલા દિવસ — ૮ મી માર્ચ

               નર માદા, સ્ત્રી-પુરુષની જોડી કમ સે કમ આ પૃથ્વી ઉપર દરેક બાબતે મહત્વ ધરાવે છે . તેમાં કોઈ ઍક પાત્રની બાદબાકી કે ઓછું મહત્વ આપી શકાય નહીં. અપાય જાય તો ગંભીર પરિણામો ભોગવવા પડેછે . ભારત જેવા વિશાળ વસ્તિ ધરાવતા દેશમાં આમ બનતું આવ્યું છે. અને હજુ પરિસ્થિતી સુધરી નથી. તેથી જ તો આ દેશ પછાત રહી જવા પામ્યો છે. જે કઈ પગલાઓ લેવામાં આવ્યા છે તે બિન અસરકારક સાબિત થયા છે.
       સ્ત્રીઓને સમાન અધિકાર મળતો જણાતો નથી. સ્ત્રીભૃંણ હત્યા અટકાવવાના નારાઓ લાગે છે. કન્યા કેળવણીના સરઘસો નિકળે છે. દહેજ વિરોધી કાયદાઓ બાબા આદમના વખતથી આવી ગયા છે. સ્ત્રી પરત્વે ઘરેલુ હિંસા અંગે લોકો ચિંતિત છે. પરંતુ સ્થિતિ એની એજ છે. અમલ થતો નથી પછી સ્ત્રી પુરુષની જોડી નું આ ઍક પાત્ર બધી સવલતો થી અલિપ્ત રહી જાય છે.
           જ્યાં હજારોની સંખ્યામાં બેકાર છે ત્યાં અનામત સિવાય સ્ત્રીઓને ક્યાથી નોકરીઓ મળવાની છે. સીવવાના સંચાઓ અપાય છે. તો ક્યાક ગૃહ ઉધ્યોગની ભલામણો થાય છે. સ્ત્રીને એક બેકવર્ડ ક્લાસ ની માફક ટ્રીટમેંટ અપાય છે પછી ભલેને તે કોઈ ટીવી સિરિયલ માં હાઇ – ફાઈ વસ્ત્રો અને જવેરાત ધારણ કરીને ભવ્ય રાજમહેલો જેવા બંગલાઓમાં હરતી ફરતી બતાવાતી હોય. હકીકતની દુનિયામાં પણ આવુજ છે.
        સ્ત્રીઓએ પોતાનામાં વિશ્વાશ અને ઉચ્ચ શિક્ષણ મેળવવો ખુબજ આવશ્યક છે. સમાજે તેમ કરવામાં શક્ય તેટલી મદદ કરવી જરૂરી છે. એક આડંબર ચાલી રહયો છે આ દેશમાં, સ્ત્રીઓ આગળ આવી રહી છે તેવો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. જુદા જુદા સામાજિક કે ઉધ્યોગ જગતમાં આગળ પડતી પાંચ , દશ સ્ત્રીઓના નામ હાઇલાઇટ કરી વાતને આડે પાટે ચડાવી રહયા છે. રાજકીય જગતમાં સ્ત્રી અનામત લાવવા માટે કેવા કેવા રાજકીય દાવ પેંચ ખેલવામાં આવ્યા તે દેશની જનતાએ નિહાળ્યું છે.
                 ઇન્કમટેક્સ માં થી સ્ત્રીઓને બાદ આપી ખેતી અને આશ્રમો ઉપર ટેક્સ લાદવો જોઈએ .
            સ્ત્રીઓએ પોતાની નબળાઈઓ પરત્વે પણ એટલુજ ધ્યાન આપવું જોઈએ.
૧ . પરણીને તુરતજ જુદા રહેવાની માગણી
૨. એકબીજાનિ ઈર્ષા અને ખટપટ
૩ . અભ્યાશ પ્રત્યે ઉદાસીનતા
૪ . અત્યાચારો મૂંગા મોંઢે સહન કરી લેવા.
૫ . દેશ અને દુનિયાથી બે ખબર ( સિરિયલો જ જોવી )
૬. મહત્વાકાંક્ષાનો અભાવ ( રસોઈ કરીને ગપ્પાં મારવા સિવાય કોઈ પ્રવૃતિ નહીં.)
            સ્ત્રીને ધાર્મિક સાહિત્યોમાં ઘણો ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે. શક્તિ સ્વરૂપ માનવામાં આવે છે.
તે વાત તો સત્ય છે જો સ્ત્રીઓ પોતાનામાં રહેલ શક્તિનો પરચો બતાવે. તેને બહાર લાવે તો દેશને આગળ લાવવામાં ખરેખર ઉપયોગી થઈ શકે તેમ છે.
કુટુંબને એક તાંતણે બાંધી રાખવામા સ્ત્રી અદભુત છે. પણ તાંતણો ઢીલો પડી ગયો છે. સાસુ અમ્માને વૃધાશ્રમ માં મોકલવાની તજવીજ કરવા લાગે છે ત્યારે …….
સ્ત્રી ભલે ગમે તે પાત્ર માં રોલ ભજવતી હોય ( જીવનના નાટકમાં ) પણ તેના પ્રેમ અને હુંફ ની અપેક્ષા સહુ કોઈ રાખતું હોય છે. આ પ્રેમ અને હુંફ ત્યારેજ ખરેખર મળી શકશે જો સમાજ તે મેળવવા સાચા અર્થમાં લાયક બનશે.
           સ્ત્રી એક જુદુજ વ્યક્તિત્વ ધરાવે છે. લાગણીશીલ અને સંવેદનાથી ભરપૂર.તેણે પુરુષ જેવી નહીં પરંતુ તેનાથી શક્તિશાળી બનવાની મહેચ્છા રાખવી જોઈએ. પ્રેમ , સવેદના, સહાનુભૂતિ , સેવા ,સહનશીલતા આ તેના સબળ પાસાઓ છે.
            ભવિષ્યે ભલે સામાજિક વ્યવસ્થા બદલાય પણ અત્યારે જેમ ચાલે છે તેમ સ્ત્રીને પરણીને પારકા ઘરે જવાનું હોય છે. પારકા પોતાના કરીને મહેનતથી પોતાનું સ્થાન જમાવવાનું હોય છે. તે પ્રેમ અને સહનશીલતાથી શક્ય બને છે. ઇગો પ્રોબ્લેમ ના ચાલે. સાસરિયાં ઘણીવાર દુર્ભાગ્યવશ સ્વાર્થી અને નીચ પ્રકારના મલી જતાં હોય છે. આવા સમયે અપરિપકવ સ્ત્રી નાહકના વિવાદો અને જગડાઓમાં ફસાઈ જાય છે. આવી સમસ્યાઓ ઘણીવાર આત્મહત્યા કે જાંનલેવા સાબિત થતી હોય છે. બેકાર અને નીચ સાસરિયાઓનો ત્યાગ કરતાં સમજુ પરણીતાએ વિલંબ કરવો જોઈએ નહીં. આવા તબક્કે સમાજે આગળ આવી મદદ કરવી જોઈએ. સ્ત્રીએ પોતાનું શોષણ સમાજ દ્વારા થઈ રહ્યું છે તે બરાબર સમજી લેવું જોઈએ અને બુધ્ધિનો ઉપયોગ કરવો જોઈએ પછી ગ્લેમર વર્લ્ડ હોય કે સર્વિસ સેક્ટર હોય.
                     આ પૃથ્વી ઉપર સ્વર્ગ સ્ત્રી જ લાવી શકે છે.

                 નોકરિયાત સ્ત્રીઓ લગભગ કુટુંબનો અડધો અડધ આર્થિક બોજો હળવો કરી આપેછે .સાથે સાથે તોફાની બાળકોનો ઉછેર, તેમજ ઘર કામની આંશિક જવાબદારીઓ પણ ઉપાડી લે છે. ના છૂટકે કામવાળી બહેનની મદદ લેવામાં આવતી હોય છે. પતિદેવ તથા બાળકોને પણ રસોઈ તો સ્વાદિષ્ટ જોઈતી હોય છે. આવા સંજોગોમાં કુટુંબના લોકો સહાયરૂપ થવાના બદલે દખલગીરી કરતાં વધુ જોવા મળેછે. સાસુ અમ્મા ને વહુ નોકરી કરવા જાય તે રુચતું નથી. ( તેમના શબ્દો માં વહુ રખડતી ફરે છે. ) મેણાં ટોણાં ચાલુ થઈ જાય છે.

               પતિદેવ કરતાં વધુ કમાય તો પણ ઇગો પ્રોબ્લેમ થાય છે. પતિ એક બાજુ હીનતા અનુભવે છે. તો બીજી બાજુ પત્નીને એમ લાગવા માંડે છે કે આખા ઘરનો ભાર હુંજ ખેંચું છું. પતિ- પત્ની વચ્ચે અંતર વધતું જાય છે. આવા સમયે બંને એ મેચ્યોરિટીથી કામ લેવું જોઈએ.

                તો બીજી બાજુ સ્ત્રી જ્યાં નોકરી કરતી હોય છે ત્યાં પણ તેને અલગ જ  સમસ્યાઓ નડતી હોય છે. લોલુપ લોકો તેને પોતાના ચક્કર માં ફસાવવા હમેંશા પ્રયત્નશીલ હોય છે. અપરિપકવ સ્ત્રી જો નમતું જોખી દે તો ધોબીનો કૂતરો ના ઘરનો ના ઘાટનો તેવી પરિસ્થિતી સર્જાય છે.

                પુરુષોની સ્વાભાવિક ભ્રમરવૃતિ અને સ્ત્રી સહજ ઈર્ષા આ બંને પરિબળો બળતામાં ઘી હોમવા જેવુ કામ કરે છે. અને તેના કારણે ઘર કંકાસ થી લઈ છૂટાછેડા સુધી વાત પંહોંચી જાય છે. જેનો ભોગ બને છે માસૂમ બાળકો , વકીલો કમાય છે.

                 અમુક આદિવાસી , ભરવાડમાં વિ.  જાતિઓમાં કન્યાને પરણવા માટે તેના બાપને રૂપિયા પચ્ચીસ હજાર થી લઈ બે લાખ આપવા પડે છે. જેવી કન્યા. સાસરિયામાં આવી તે તુરતજ  મજૂરી કામમાં લાગી જાય છે. રૂ. ૧૫૦ રોજ ગણો તો સહેજે મહિને રૂ. ચાર હજાર કમાઈ આપે છે. આમ બે કે ચાર વર્ષમાં તેના ધણીએ આપેલ પૈસા વસૂલ કરી આપે છે.

                  ઉત્તર ગુજરાતમાં અમુક કાસ્ટમાં સ્ત્રી ભ્રૂણ હત્યાના કારણોસર કન્યાઓ મળતી નથી, પછી ના છૂટકે એજંટો મારફત આદિવાસી કન્યાઓ પરણીને લાવવામાં આવેછે. જે સોદામાં પણ લાખ કે બે લાખ આપવા પડે છે. આ ઇમપોરટેડ વહુ ચાર , પાંચ મહિના પછી ઘરમાં હાથફેરો કરીને મૂળ વતનમાં ભાગી જાય છે. આવી કન્યા બહુ મોંઘી પડે છે. ઘર વસતું નથી અને સ્ત્રી ભૃણ હત્યાના  પાપ ભોગવવા પડે છે.

             સ્ત્રી નોકરી કરતી હોય કે ન કરતી હોય તેનું આર્થિક યોગદાન હોય જ છે. ભલે તે કામ-ધંધો : ઘરકામ કે ગૃહિણી લખાવે . તે ઇન ડિરેક્ટલી (પરોક્ષ રીતે ) આર્થિક વળતર આપતી હોય છે.

             આજકાલ બે ટાઈમ રસોઈના કામવાળા બહેન મહિને રૂ. ૧૫૦૦ લેતા હોય છે. એક કામનો ભાવ મહિને રૂ. ૩૫૦/ જેવો શહેરમાં ચાલે છે. ચાલો જોઈએ સ્ત્રીની આર્થિક ઉપાર્જન શક્તિ,

૧) રસોઈ કામ = રૂ. ૧૫૦૦ ; ૨) કપડાં = રૂ. ૩૦૦ ૩) વાસણ= રૂ ૩૫૦ ૪) કચરા- પોતા = રૂ. ૨૫૦) , ૫) બાળકોની માવજત = રૂ. ૨૦૦૦ , ૬) પતિદેવની માવજત = રૂ. ૨૦૦૦ થી ૫૦૦૦ (એવરેજ રૂ. ૩૫૦૦ ) ૭) ઘરની ચોકીદારી = રૂ. ૭૦૦ , મહેમાનોની આગતા સ્વાગતા = ૨૦૦૦  .

કુલ રૂપિયા = ૧૦૧૦૦/- થવા જાય છે.     આંકડો સારો આવ્યો .

નોંધ – ઉપરની વિગતોમાં મેણાં –ટોણાં સાંભળવાનો , અપમાનો સહન કરવાનો, ધણીની લાતો ખાવાનો, તેમજ વારસદારો ઉત્પન્ન કરવાના ચાર્જિસનો સમાવેશ કરવામાં આવ્યો નથી . જો તેમ કરવામાં આવેતો સ્ત્રીઓ જાગી જાય અને ક્રાંતિ ફેલાઈ જાય.

               આમ નોકરી ન કરતી સ્ત્રી પણ દેશ તથા કુટુંબને ઇકોનોમિકલી મજબૂત કરતી હોય છે. બસ સમાજે તેની કદર ન કરી.

    દિલ્હીમાં ૮મી માર્ચના દિવસે ( મહિલા દિવસ ) રાધિકા નામની એક યુવતીને ગોળી મારીને મારી નાખવામાં આવી. દિલ્હીના મહિલા સીએમે જણાવ્યુ કે આ દેશની રાજધાની મહિલાઓ માટે અસુરક્ષિત છે. એમ બોલીને તેણીના મૃત્યુને જસ્ટિફાઇ કરી દઈ છટકી ગયા. ‘’

         ‘’ રાધિકા મે ગોડ બ્લેસ યુ  

Advertisements

10 thoughts on “વિશ્વ મહિલા દિવસ — ૮ મી માર્ચ

 1. nice article… many points to be understood and many to be implemented, but who will give rights to the women to go with their mind and thoughts as their rights are been taken by their either husband if married or father if unmarried, some points may be true but not all. And ya its true, the issues always go agaisnt her The Girl. What hirals said is very true that some families wants atleast one boy and they goes on trying for that (Numbers No Matters) Today in India some society or samaj thinks of such things, and yet they claim we are superior (Kings) from others.

 2. Uncle,

  Thanks for your reply. Thanks for reading daughter’s emotions (on that blog’s comments).

  From These whole article….I liked these one most.
  સ્ત્રીઓએ પોતાની નબળાઈઓ પરત્વે પણ એટલુજ ધ્યાન આપવું જોઈએ.
  ૧ . પરણીને તુરતજ જુદા રહેવાની માગણી
  ૨. એકબીજાનિ ઈર્ષા અને ખટપટ
  ૩ . અભ્યાશ પ્રત્યે ઉદાસીનતા
  ૪ . અત્યાચારો મૂંગા મોંઢે સહન કરી લેવા.
  ૫ . દેશ અને દુનિયાથી બે ખબર ( સિરિયલો જ જોવી )
  ૬. મહત્વાકાંક્ષાનો અભાવ ( રસોઈ કરીને ગપ્પાં મારવા સિવાય કોઈ પ્રવૃતિ નહીં.)

  Again, thanks for thinking so much about girls and their education.

 3. Such a beautiful thought,
  Hope everyone will think like you but here again,
  que:
  why educated housewives also force their children for tutions. they admit that they can’t help their children in their school education….(one type of corruption)
  why educated women (housewives) don’t help other illeterate people (home made)
  why educated housewives/working women can’t do railway form, driving license, etc. they too hire agent (one type of corruption)
  many questions….no answers…..something is missing even in education.

  • Dear hirals,
   i did read all your comments in other blog mentioned by you , there you have given some examples in response to one story of a boy who does not want to marry and presents a house to his parents. you have argued that same way a girl cannot do it.
   you yourself has given an answer to many questions. The fact is clear cut, education given presently is only to make you capable of earning and it does not teach you how to live life in a manner to be helpful to the society. At this stage let us not expect too much maturity and understanding from an educated house wife or woman. હાલના તબક્કે તેના બાળકોને ભણાવે અને કુટુંબને આર્થિક રીતે મદદરૂપ થાય તોયે બસ છે. ભણતર થી ગણતર નથી આવતું . આભાર .

 4. સ્ત્રીઓએ પોતાનામાં વિશ્વાશ અને ઉચ્ચ શિક્ષણ મેળવવો ખુબજ આવશ્યક છે.

  Every one will agree….But….
  General tendency of our society on this when real situation comes to decide for girls or ….:

  Consider a case:
  Young brother is not well to do for example. He has two children.
  One elder girl: clever, willing to go for higher studies, but no money.
  One young boy: clever, but 5 to 6 years younger then sister.

  Here, Elder brother in a family, may want to help his younger brother’s children in their education….but he will think…..
  If I give fees for boy, he will help an entire family, but if I give fees for girl then tomorrow she will marry…then how she will help her family??????

  Result? ?????

  Few parents really taking care of girl child…..but still equations are not same because….or everyone wants atleast one Boy child because….
  Read my below comments: our Educated society’s veiw on one simple matter.
  http://paramujas.wordpress.com/2009/11/20/%e0%aa%b8%e0%aa%82%e0%aa%ac%e0%aa%82%e0%aa%a7%e0%aa%b8%e0%ab%87%e0%aa%a4%e0%ab%81-5/#comments

  • Hirals,
   In case of girls when the society( family) thinks of immediate benifits the issue will always go against the girl child as you have pointed out. Why elder brother , even girls father will not want to spend on costly education for her. However if one forgets thinking in terms of give and take business and can visualize how they are helping the society at large by educating girls, the case will be in favor of female gender. because you are strenthening a large section of society by doing so. Education not only improves financial conditions but it also gives other social benefits. Esspecially women empowerment is need of the time atleast for india. Thank you.

ટિપ્પણીઓ બંધ છે.