સત્યની પળોજળ : મતમતાંતરો (The ultimate truth)

પુરાણોમાં, વેદોમાં, ગીતાજીમાં, કથાઓમાં, સંત-મહાત્માઓના વક્તવ્યોમાં, ધર્મગુરુઓના ઉપદેસોમાં અનેક ધર્મોના પાયામાં “ સત્ય” વિષે કહેવામા કે સમજાવવામાં આવ્યું છે. ઘણા તત્વચિંતકોએ વળી બીજી રીતે સત્યને સજાવવાની કોશિસ કરીછે. શું છે આ સત્ય ? ખરેખર તેની આટલી બધી વ્યાખ્યાઓ છે ? કે પછી તે એક્જ હોવા છતાં દરેક ની દ્રસ્તીએ જુદું દેખાય છે. જેમકે ચાર આંધળા અને હાથીની વાર્તા જેવુ. સામાન્ય માણસની સમજમાં શું તે આવી શકે કે નહીં. સત્ય શું દરેક માટે અલગ અલગ છે. સત્ય શું ઍક જ છે , પરમ સત્ય એટલેકે અલ્ટિમેટ તૃથ શું અને કેટલા છે ? જેટલો પ્રેમ શબ્દ વિષે ગૂંચવાડો છે, તેનાથી પણ વધુ મતમતાંતરો સત્યને લઈને રોજેરોજ બહાર પડે છે. ઘણા કહે છે સત્ય સમય ની સાથે બદલાતું રહે છે. તો બીજી બાજુ એવો પણ મત છે કે સત્ય એક છે પણ અમો માનીએ તે. જો આમજ હોય તો ઘણા સત્યો થઈ ગયા. આમ હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી અને બૌદ્ધ ના સત્યો અલગ અલગ અસ્તિત્વ માં આવ્યા. પછી શરૂ થયા ધર્મો, સંપ્રદાયો અને પંથો વચ્ચે ના જગડાઓ, ધર્મ પરિવર્તનની પ્રવૃતિ. શું દરેક માણસે પોતે સત્ય ને સમજવાની કોશિસ કરી છે. કે પછી સગવડીઓ ધર્મ સાચવીને ઘાંચીના બળદની માફક ગોળ ગોળ ફરીને જીવન ગુજારી નાખે છે.  તો ચાલો નજર કરીએ જુદી જુદી માન્યતાઓ ઉપર.

સત્યમ શિવમ સુંદરમ : ઈશ્વર સત્ય છે, સત્ય જ સુંદર છે. આમ  ઈશ્વરને સત્ય માનીને ચાલો એની શોધમાં, મળી જાય તો કઈક માંગી લઈએ , કઈ નહીં આપે તો જીવીને શું કામ છે ? મોક્ષ માંગી લઈ શું. કદાચ પૂછી લઈશું દુનિયા બનાવી પણ આવી બનાવાય ભલા માણસ, આટલા બધા દુખ, દર્દ. ખેર, બીજાને જવાદે મારૂ બધુ સરખુ કરી નાખ એટલે “મૌજા હી મૌજા.” આવા પંચાણું ટકા લોકો મંદિરના પગથિયાં થી આગળ વધતાં નથી . બીજા ત્રણ ટકા લોકો કોઈ ને કોઈ સાધૂ કે ગુરુ પકડીને કોઈ પંથમાં ભળી જાય છે. બાકીના બે ટકા લોકો સત્ય=ઈશ્વરની શોધમાં નીકળી પડેછે. સંસાર ત્યાગી સાધુ જીવન ગાળસે, આશ્રમો બનાવી નાખસે . એક પગ ઉપર ઊભા રહેશે, ઉપવાસો કરશે, શરીરનું દમન  કરશે, નિત્યાનંદ બનીને લીલાઓ કરશે. ટૂંકમાં સત્યને પણ  ચૂંથી નાખી પોતે પણ ચુંથાય જશે. આવા લોકોને શું સત્ય લાધે છે. હા, હજાર કે બે હજાર વરસે એકાદ બુદ્ધ , મહાવીર, રામકૃષ્ણ પરમહંસ કે મોહમદ પયગંબર સાહેબ જેવાને સાચું સત્ય મળે છે ખરું. તેઓએ  છાતી ઠોકીને દુનિયાને આ વાત કરી કે અમને સત્ય મળી ગયું. તેમણે  પણ પોતાના શિષ્યોને આ સત્ય નો અહેસાસ કરાવવા  કે તેની નજીક લઈ જવાનો પ્રયત્ન કર્યો. સફળતાની ટકાવારી નીકળી શકે તેમ નથી પણ અલગ અલગ ધર્મો રચાઇ  ગયા અનેક ગૂંચવાડા પેદા થયા. આમ જનતા હજુ તેઓનું જાણેલું સત્ય સમજી નથી સકતી . તેનું એક જોરદાર સત્ય છે કે તમારો અનુભવ તે તમારો પોતાનો છે તેનો અહેસાસ બીજાને ન કરાવી શકો. આમ પરમ સત્યની પ્રાપ્તિ તો દૂર રહી પણ જન્મ અને મરણ ના ચક્કરમાં આ પૃથ્વી ઉપરના સત્ય નો અનુભવ કરતાં જાય છે. સંતોની દ્રષ્ટિએ આ જન્મ મરણ ના ફેરામાંથી કાયમી મુક્તિ એટલે કે મોક્ષ,  તેજ સાચું સત્ય છે. સામાન્ય માણસ સરખી રીતે આ મોંઘવારીમાં જીવી નથી શકતો તેને આ મોક્ષની શું પડી કે દરકાર હોય. સભાઓમાં, પ્રવચનો સાંભળવા જસે જરૂર અને એક બે કલાક મુંડી હલાવી ના, ગુરુજીની વાત તો સાચી છે એમ બોલતો બોલતો ઘરે આવીને ટીવી સામે કોઈ સિરિયલ ચાલુ કરીને બેસી જસે. તો આ થઈ નવાઈ પમાડે તેવી બીજી રિયાલીટી , નવું જ સત્ય. પણ જાણવા જેવુ ખરું.

Truth changes with time. એટલેકે સમના પ્રવાહો સાથે સત્ય બદલતું હોય છે. કઈ બાબતો તરફ ઈશારો છે ? દા . ત. તમે નદીમાં ડૂબકી મારી , પછી ફરીવાર ડૂબકી મારી , તમને એમ થસે કે હું એકજ નદી માં ડૂબકીઓ મારી રહયો છુ . પરંતુ હકીકત જુદીજ છે. બીજીવારની ડૂબકી મારી ત્યા સુધીમાં તો તે જગ્યાએ બીજું પાણી આવી ગયું હતું. શરીરમાં પણ એમજ છે. તમે એક્જ છો પણ હજારો, નહીં અબજો  કોષો સમયાંતરે નાશ પામી નવા કોષો બને છે. તેથી તમે પણ ઓરિજનલ નથી રહેતા. અરે નિયમો , કાનુનો, રીતિરિવાજો, સભ્યતાઓ, સિંધાતોં પણ સમયના પ્રવાહોમાં નદીના પાણીની માફક બદલતા રહે છે. રોજેરોજ નવી ટેક્નોલૉજી શોધાય છે. નવું સત્ય રોજ સામે આવેછે. પહેલાં પૃથ્વીવાસીઓ એમ માનતા હતા કે પૃથ્વીની આજુબાજુ સૂર્ય ફરેછે. અત્યારે જૂની માન્યતા રદ થઈ ગઈ , તેથી હવે તે બની ગયું અસત્ય .જેમકે હાલના સમયમાં માં-બાપને વૃધાશ્રમ માં મરવા ધકેલી દેવા તે નવો રિવાજ આજનું સત્ય બનતો જાય છે. ક્યાક તાનાશાહી, ક્યાક લોકશાહી, તો વળી ક્યાક કોમ્યુનિસમ રાજકીય સત્ય છે. મોંઘવારી એ આજનું વરવું સત્ય છે. સરકારે પણ સ્વીકારીને હાથ ઊંચા કરી લીધા છે. માણસ પણ એક્જ દિવસમાં પત્ની,  પ્રેમિકા, બોસ, ગુરુ  અને બાળકોની આગળ જુદું જુદું વર્તન કરતો હોય છે. આ તેનું સત્ય છે.   

અધ્યાત્મિક રીતે જોઈએતો ઉપર ઉપરથી બધાજ કહેસે કે ભગવાન એક્જ છે. પણ હકીકતે મનમાં શું વિચા રેછે. મનમાં એમજ માને છે કે અમારા ભગવાન જુદા, સારા અને સર્વોતમ છે. તેમાય તે એક્જ ભગવાનના નેજા હેઠળ અનેકો સંપ્રદાયો, પંથો.  એક જ સત્યના આટલા બધા વિભાગ. પોતાનું સત્ય સાચુ  અન્યોનુ ખોટું. ભગવાનમાં કોઈને  રસ નથી મંદિર સુધીનીજ પહોચ છે.   અધ્યાત્મિકતા અને મંદિર બે અલગ અલગ બાબતો છે. જે રોટલી તમને પોષણ આપી સકતી હોય તે બીજાને પણ પાચન શક્તિ અનુસાર થોડુઘણું તો પોષણ આપીજ શકસે . પણ માણસ ને વિવાદો કરવાની ટેવ પડી ગઈ છે. કારણકે દરેકની સત્યની પરિભાષા જુદી છે. આમાં જીવન આખું વેડફી નાખે છે.

બાઈબલમાં જિસસે કહયુછે “ I am the way, the truth, and life” (હુજ રસ્તોછું , સત્ય છું અને જીવન છું. )

શ્રી કૃષ્ણ ગીતામાં કહેછે “ અથવા , હે અર્જુન તારે આ બધું જાણવાની શી જરૂર છે. મારા એક અંશ માત્રથી સમસ્ત જગતને ધારણ કરુછું ને તેમાં હું વ્યાપીને રહેલોછું . 10.42

ઉપરનો શ્લોક બધાજ માની લે છે, અને પોતેજ ડિકલેર કરસે કે ભગવાને કહ્યું તે સાચું  છે. અને ભગવાન કણે કણ માં વિરાજમાન છે. પતિ ગયું , વાત ફિનિશ. કાશ જો એમ હોતતો અહીથી આગળ વધવાની જરૂર ન પડત. અહિયાં લોકો સ્મશાનવૈરાગ્ય જેવુ વર્તન કરતાં માલૂમ પડે છે. સ્મશાનમાં જ્યારે કોઈને મૂકવા જાય છે, બસ ત્યાતો બહુ ડાહી ડાહી વાતો કરસે : ભાઈ જીવન – મરણ નું ચક્કર ચાલ્યા કરેછે. આત્માતો મરતો નથી., શું કામ હાય, વોય કરવી , પણ આ વૈરાગ્ય સ્મશાન સુધીનો જ હોય છે. ત્યાર બાદ નથી હોતો.

આતો થઈ બહુ ઊંચા લોકો ની ઊંચી પસંદ. ચાલો વાત કરીએ કોઈ ગરીબ, મજૂર કે ભિખારીની . તેનું સત્ય શું હોય શકે ? તે ઉપર વર્ણવી તેવી બધી વાતો થી અલિપ્ત છે. જાણે છે તો એટલુ જ કે દુનિયા બનાવનાર, જીવાડનાર અને મારનાર કોઈ ભગવાન હોય છે. અને માનતા બધા આખડી રાખો તો સહાય કરશે. તેને દુખ પડે એટલે સંભાળી લેવાનો. આમ ગરીબ, મજૂર કે ભિખારીનું સત્યતો છે, ભૂખ, રોજેરોજની સમસ્યાઓ,અને સમાજ માં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની મથામણ. તેને કોઈ ઊંચી વાતોમાં રસ નથી કે જેનાથી પેટની ભૂખ ન સંતોસાય. જીવનની હાડમારીઓજ એનું સત્ય છે. એટલેજ જે લોકોને કઈકને કઈક જોઈએછે તેને પરમ સત્ય સાથે કાઇજ લેવા દેવા નથી. તે પછી ભલે  ગરીબ, વેપારી, ભિખારી, કે મોટો  ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય તેનું મન તો હમેશા માંગતુ જ હોય છે.ગૌતમ બુદ્ધ હતા એક રાજાના રાજકુમાર, તેમણે ઐશ્વર્ય અનુભવ્યું હતું તેમાં પણ ઘણું ખૂટતું લાગ્યું એટલે અંતિમ સત્યની શોધમાં નીકળી પડ્યા.

કૃષ્ણે ગીતામાં કહ્યું છે. : અસતનું કદી અસ્તિત્વ હોતું નથી અને સત છે તેનું અસ્તિત્વ કદી મટતું નથી , તત્વદર્શીઓએ આ બંને બાબતોનો અંતિમ જાણ્યો છે.

મતલબ સત્ય અવિનાશી છે, અસત્ય હોતુજ નથી. હવે જો આમાં ન માનીએ તો તે અસત્ય સાબિત થાય છે. અને આ વાક્યને માની લઈએ તો એમ સાબિત થાય છે કે કોઈ પરમ શક્તિ કે જેને ઈશ્વર કહી શકાય તેણે વિશ્વનું સર્જન કર્યું અને તેને ચલાવવાના નિયમો પણ સાથે સાથે બનાવી નાખ્યા એટલે વારેઘડીએ સ્વિચ દબાવવા આવવાની તકલીફ લેવી ન પડે. પછી ભલેને દુનિયાના લોકો નિયમોમાં ફેરફાર કરાવી લાભ મેળવવા મારા મંદિરે પગથિયાં ઘસ્યા કરે. તિરુપતિ બાલાજી એ સૌથી રિચેસ્ટ ભગવાન છે. કુદરતના નિયમોમાં ફેરફાર કરાવવા ત્યાં કલાકો લાઇન માં ઊભા રહેવું પડે છે. મુકેશ અંબાણીએ ત્યાં ચાર કરોડનો ચેક આપ્યો હતો. ચાર આપસું તો દસ આપસે. મન હંમેસા માંગતુ રહેછે.

જો આખરી સત્ય ઇશ્વર હોય તો ચાલો પૂછી નાખીએ . તેમને કોણે બનાવ્યા ? કોઈ મોટા ભગવાને ? મને તો આ સવાલ થાય છે પણ સ્ટીફન હોકીન્સે પણ આજ સવાલ કર્યો છે તેમની બુકમાં ( The theory of everything, page no 123, second paragraph, last line.)

એક સત્ય એ પણ છે કે : કોઈપણ વસ્તુ પોતાની જાતે અસ્તિત્વમાં ન આવી શકે. બીજું જો સત્યનું અસ્તિત્વ હોય તો આપણે તેને શોધી શકવા જોઈએ. કર્મનો નિયમ બધાનેજ જોરદાર સત્ય લાગે છે. પણ આ નિયમ બીજા માટે છે. (એ. રાજા જેવા નેતાઓ માટે નથી.)

આમ બાહ્ય જગત અને આંતર જગતના સત્યોની પરિભાષા જુદી છે. દરેક મનુષ્યે પોતાનું સત્ય જાતેજ શોધવાનું છે. જેટલો નિખાલસ અને નિર્મળ બનશે તેટલો જ સત્યની નજીક પહોચશે. He who knows others is wise; he who knows himself is enlightened –Tao Teching (બીજાને જાણનાર બુદ્ધિશાળી છે પરંતુ પોતાની જાતને ઓળખનાર પરમ સત્યને પામેછે.)  

આથી સત્યનો અહેસાસ એજ પરમ સત્ય છે. ન થાય ત્યાં સુધી તેની જરૂર પણ નથી.

Advertisements

9 thoughts on “સત્યની પળોજળ : મતમતાંતરો (The ultimate truth)

 1. dear hirals,
  visiting temples is not a bad habit, but what matters is your intentions. what will you ask from God, may be health, wealth, and peace of mind. For each of these things only you can help your self. The equation is clear. Bad habits, junk food=Poor health, No work = no wealth, Lack of right knowledge= no peace of mind and mental turmoil. Lord Buddha has said that ” Every human being is the author of his own health or disease. ”
  Let me clarify here once again that God worshipping( temple going) can not be equated with personal spirituality. I have seen many people who get so busy in God or mandir worship and projects that they become insensitive to the pressing human needs that surround them, contradicting the very precepts they profess to believe deeply. There are others who attend religious gatherings or ” katha” less frequently or not at all but whose attitudes and behavior reflect a more genuine centering in the principles of the basic hindu religion and culture. because of too much rituals ( seva-puja) everyone forgets what it is all about. God has given so much to everyone there is no need for becoming greedy. Thanks for all the comments .

  • dear sir,
   sorry but the questions are not heavy, people talks about life and death as if they knows…. But the fact is, they don’t know what is true and what is not. Whats beyond death, is it a eternal soul that lives or a new birth? Nobody knows about that, yet they talk about like they know everything. Like there are 7 births of each living creature, reincarnation, next birth according to your karma, hell and heaven, etc.. But you are right, one thing they forgot is the truth about themselves and understanding of life. Its not easy to understand the life or you can say not possible, but yet one should live a life perceiving the phases of it.

   As long as we believe ourselves to be even the least different from God, fear remains with us; but when we know ourselves to be the One, fear goes; of what can we be afraid? – Swami Vivenkananda

   • Diptesh,
    Since the answers to questions posed by you are not easy to attain i termed them heavy. Life after death, who created God and unverse we donot know scientifically. There could be another way , may be spiritually we donot know , unless we ourself find it out. A child does not know the technology and science involved in making a mobile, airoplane or a tv set or any moving electronic toy, nevertheless it enjoy using them.

 2. Preaching God and going to temple is not for the sake of relaxation… What i feel personally is the aim of going to temple is that, when you go to temple and pray for yourself or others, you basically talk with your inner soul (aatma) , rather you are talking to God. Its talking with a sub consiuous mind (If you really pray with heart) which changes your thoughts for a while and after you have to act accordingly, as not like some people go to temples only for the sake of relaxation and for personal fulfillment. God is the mirror where you see yourself in true manner.

 3. Too the point article.
  With positive approach.

  The thing is we learn and preach GOD or Religion interms of what our parents or grandparents does or teaches us.
  They reach at a level where in by going temple they feel relax for 10 minutes or by going to someone’s pravachan ladies feel , hmmm…’Bapji ketlu sachu kahe chhe…because many house wives complains that no body listens their emotions or routine machine work in busy life. so, they feel relax when some bapaji listens their problems and give blessings (psycology).
  Then they start believing in them as a Guru ….unintentially that becomes habbit sometime (weakness of mind or ignorance feeling at home because of many reasons and many sacrifies)
  so, people start searching truth on the name anyone who can give them blessings for more beautiful life…..

  Very nice article once again. last sentense is too good.
  –Tao Teching (બીજાને જાણનાર બુદ્ધિશાળી છે પરંતુ પોતાની જાતને ઓળખનાર પરમ સત્યને પામેછે.)

  • hirals,
   people go to the temples and babas to seek solace and peace of mind only. many times they are satisfied but temporarily. The real seekers of the truth have to work with their innerself. When the mind is empty and the soul is pure eternal joy would autometically come.
   Self knowledge is the shortest road to the knowledge of God. When Ali asked Mohammad , ‘ What am i to do that may not waste my time?’ The Prophet answered learn to know thyself.–Aziz ibn Muhammad Nasfi.
   It is not the mountain we conquer but ourselves– Edmund Hillary.
   He who knoweth himself knoweth Him and is not afraid to die-Atharva Veda.
   The unseen one , featureless, unthinkable, undefinable, by name whose substance is the certitude of one self in whom world-existence is stilled who is all peace and bliss that is the self, that is what be known.– Mandukya Upanishad
   I have stated some sayings or quotes to emphasize the importance of self-Realisation in order to come closer to the ultimate reality. This can be achieved even in sansaric life. Thank you for the response.

   • Pradipbhai,

    Too good quotes. I do agree with concept of ‘Pray’. what diptesh told here.
    But when some weak mind caught into religious practice blindly, they believe like it’s relaxation to mind or baba and guruji only can show right path etc.
    infact i have seen brain wash child-DIKSHA in Jain religion, so, with that context I said…why such house wifes caught into DharmGuru…
    Many Sadhviji maharaj saheb contantly telling that, ‘SANSAR MA DUKH CHHE’…Their intention is sometimes to find ‘Chela’…

ટિપ્પણીઓ બંધ છે.