જે . કૃષ્ણમૂર્તિના વિચારો

પદ્ધતિસરનો વિચારક ખરેખર તો વિચાર વિનાનો છે.

હું અહંકારી નથી , એવું કહેવું એ સૌથી મોટો અહંકાર છે.

આંતરિક સફર સિવાય , તમે બહારની દૂનયાની વસ્તુઓ જોઈ શકશો નહીં, સાંભળી શકશો નહી.

ડર થી ભાગવું ઍટલે ડર ની વૃદ્ધિ કરવી

મંત્રજાપ દ્વારા , ઉપરછલ્લી શાંતિ પ્રાપ્ત થાય છે. ભગવાનનું નામ એ ભગવાન નથી . તમે ભગવાનની પુજા કરો છો , પણ તમને જીવનમાં સંતોષ જેવુ જણાતું નથી .

જ્યારે આપણું ર્હદય ( હાર્ટ ) ખાલી હોય છે. ત્યારે આપણે ભૌતિક વસ્તુઓ ભેગી કરીએ છીએ .

જ્ઞાનનું વ્યસન , પણ અન્ય વ્યસન જેવુ જ હોય છે.

આદર્શ જે નથી તેવી વસ્તુ છે.

જ્યારે આપણે સત્ય પ્રમાણે વર્તતા નથી ત્યારે એ સત્ય આપણામાં વિષ સમાન બની જાય છે.

માત્ર શીખવાની પ્રક્રિયા અને નહિકે સંચિત જ્ઞાન , મનને વિશેસ રીતે જાગૃત રાખે છે.

તત્વજ્ઞાન ઍટલે સત્ય પ્રત્યેનો પ્રેમ અને જીવન પ્રત્યેનો પ્રેમ.

સુખ અને દુખ એકસાથે રહે છે. તે અભિન્ન છે.

Advertisements