માંગ, માંગ, માંગે તે આપું : માગણવૃતિ

There is no free meal.

માણસ જન્મતાજ માંગવાની વૃતિ ધરાવતો હોય છે. બાળપણ માં દુધ માટે, ખાવા માટે કે પછી ચૈન માટે. મોટા થઈને આગળ વધે છે, કેડબરી ચોકલેટ, સારા કપડાં, સાઇકલ, હોંડા બાઇક અને પછી મોટર ગાડી. વહુ પણ માંગે. કોલેજમાં પ્રોફેસેરની પાછળ માર્કસ માટે ફરતો હોય, સર્વિસમાં બોસની આગળ પ્રમોસનની લાલચમાં ચમચાગીરી કરવામાં થાકતો  નથી. બચપનમાં વાતો વાંચી હોય કે ભગવાને બે કે ત્રણ વરદાન કોઈ  દૈત્ય ને આપ્યા. બસ ઍટલે મંદિરમાં જાય અને ભગવાન પાસે બધુજ માંગી લેશે . રાજકારણમાં જાય ઍટલે ટિકિટ માંગવા દિલ્હીમાં સાંસદ ભવન આગળ પડ્યો રહેસે. ટિકિટ મળતાજ વોટ માંગવા લોકો આગળ દોડતો આવસે, પગપાળા આવશે, કારમાં આવશે, હેલિકોપ્ટરમાં આવશે.  મિનિસ્ટર બનીને લાંચ માંગસે. સારું મજાનું ખાતું માંગસે ખાયકી કરવા માટે જ . ઓફિસમાં સારું ટેબલ માંગશે . કરપ્શન કરવા માટે. સાધુઓ, ગુરુઓ અને બાવાઓ અને તાંત્રિકો પાસે પણ જાય છે. બે પાંચ હજાર કે પછી બે પાંચ લાખ રૂપિયા આપી દુનિયાભરનું સુખ માંગી લેશે . ભગવાન તો ડાયરેક્ટ લેતો નથી ઍટલે વાયા વાયા ડીલિંગ કરવું પડેને.?

મહેનત અને કામથી ભાગતો ફરે છે. જો કાઇપણ સહેલાઇથી મળી જાયતો આનંદ આનંદ થઈ જાય. મિત્રો સાથે ટેશથી જમસે , નાસ્તો કરશે, સિગરેટો ફૂંકશે અને ગજવામાં હાથ છેલ્લે નાખશે. ઉછીના વારેઘડીએ માંગશે . પરત માંગશો તો સબંધ કાપી નવો મુરગો  શોધસે. KBC માં ભાગ લેવા મહેનત કરશે જો થોડાઘણા જવાબો આવડી જાય તો રાતોરાત ધનપતિ, કરોડપતિ થઈ જવાય.

માણસની લાલશા એ તેને મજબૂર કર્યો છે, ઍક ભિખારી તો પેટ ભરવા માંગે છે. પરંતુ કાયમી ધોરણે માગણવૃતિ ધરાવતા મનુષ્યો ને શું કહેવું.        

માંગણવૃતિ આવી ક્યાથી?

તે પણ તપાસવું જરૂરી છે. બાળપણ માં નાના ભૂલકાઓ સૌને ગમતા હોય છે અને પોતાનું વહાલ પ્રદરસિત કરવા માટે , તેમણે ખુશ રાખવા કે જોવા માટે માં, બાપ અંકલ , આંટી , વડીલો નાની મોટી ગિફ્ટ કે વસ્તુ આપે છે અને ત્યારથી બાળક ના મનમાં ઘૂસે છે  કે મહેનત વિના અને કામ કર્યા સિવાય સહેલાઇથી જીવનમાં ચીજ, વસ્તુઓ મળે છે ખરી . આ ચક્ર કિશોર અવસ્થા થી લઈ યૌવન સુધી અટકતી  નથી. મૂળ વાત એ છે કે અચેતન મનમાં આવી ધારણાઓ ઘર કરી જાય છે.

સેકંડલી, struggle for existence and survival of the fittest  અનુસાર પણ માણસ અને પશુ જગત વર્તન કરતું હોય છે. જેમાં ઘણા પ્રાણીઓ શક્તિ બચાવવા સહેલાઇથી ખોરાક પ્રાપ્ત કરવા તેને ચોરી પણ લે છે, તો કોઈ પશુ બીજાનો શિકાર કરેલો ખોરાક પડાવી લે છે. ચોરવાની અને લૂંટવાની વૃતિઓ આ પશુ જગતની દેન છે. જયારે આપણે સમાજ બનાવ્યો ત્યારે આ કેમ ચાલી શકે.  

ત્રીજી વાત એ છે કે , જે લોકોમાં પોતાનું આત્મ સન્માન ઓછું હોય છે તે લોકો મોટા ભાગે એ પ્રકારની માંગણવૃતિ માં સપડાયેલા વધુ જોવા મળે છે. તેથીય આગળ વધીને જે લોકોમાં આત્મસમાંન બિલકુલ હોતું નથી તે  છેક ભિખારીની કક્ષાએ પહોચે  છે.

ચાણક્યનો  ઍક શ્લોક જોઈએ ‘’ ઘાસનું તણખલું હલકું છે , તણખલા થી હલકું રૂ હોય છે અને રૂના કરતાં માંગવધુ હલકો છે. આવા યાચક ને વાયુ એટલા માટે ઉડાવીને લઈ જતો નથી, કે એની પાસે પણ યાચના કરે.    

Advertisements