ozone in danger

        ઓજોન વાયુના પડમાં  ગાબડાં થી નુકશાન                                                                                                ઓજોન ઍક મહત્વનો વાયુ છે. પૃથ્વીથી ૧૨ થી ૫૦ કીલોમીટર સુધીનો સ્ટ્રાટોસ્પીયર જયાં તે સૌથી વધારે   ઘનતામાં હોય છે . ત્યાં પણ તે આજકાલ જોખમમાં છે. આ વાયુ સુર્ય તરફથી આવતા ખતરનાક અલ્ટ્રાવાઓલેટ કિરણો નો માર પોતે સહન કરી પૃથ્વીવાસીઓને તેની અસરોથી  બચાવે છે.  અલ્ટ્રાવાઓલેટ કિરણો જ્યારે ઓજોન (Ό) મોલેકુયલ સાથે અથડાયછે , ત્યારે તેના બે ભાગ પડી જાય છે. O  અને ૦ ઓક્સિજક્ન કે જેનો આપણે શ્વાસ લેવામાં ઉપયોગ કરીએ છીએ. આ દરમ્યાન જીવન વિરોધી અલ્ટ્રાવાઓલેટ કિરણોની શક્તિ વધારાની ગરમીમાં પરિવર્તિત થાય છે અને જે ત્યારબાદ પૃથ્વી પર પહોચતી પણ નથી. આ ચક્ર અવિરત ચાલે છે. વળી પાછા ઑક્સીજન એટલેકે O  અને ઑક્સીજન મોલેકુયલ ( ૦) ફરીથી સંયોજન થઈ નવો ઓજોન (Ό) મોલેકુયલ બનાવે છે. અને જેનાથી આપણી રક્ષા થાય છે. પરંતુ આ પ્રક્રિયામાં ક્લોરો ફ્લોરો કાર્બન્સ બાધકરૂપ બને છે. તે કેવી રીતે ? તે આપણે હવે પછી જોઈશું. ઓજોન માપવાનું યુનિટ ડોબસન છે. આ મહત્વના વાયુનું વાતાવરણમાં પ્રમાણ ઘટી રહયું છે તે ઍક ચિંતાનો વિષય છે.

ઓજોન ના પડમાં ગાબડાં પડવાના ઘણા કારણો છે. તેમાંનું ઍક કારણ છે, છેલ્લા દસકાઓમાં જે કેમિકલ્સ (રસાયણો) ઔધ્યોગિક હેતુ માટે વપરાય છે તે પૈકીનું ખતરનાક કેમિકલ : ક્લોરો ફ્લોરો કાર્બન્સ. ઓજોનના પડને પાતળું કરવામાં કારણભૂત આ તત્વની સૌથી વધુ અસર દક્ષિણ ધ્રુવ ઉપર જણાય છે. આ કેવી રીતે થાય છે તે હવે સમજીએ. જ્યાંરે અલ્ટ્રાવાઓલેટ કિરણો ફ્લોરો કાર્બન્સના મોલેકુયલસ સાથે અથડાય છે ત્યારે ક્લોરીન ઍટમ છૂટો પડે છે. અને આ છૂટો પડેલ ક્લોરીન એટમ ઓજોનના મોલેકુયલ (Ό) સાથે અથડાય છે.  અને  તેને O  તથા ( ૦) માં છૂટો પાડે છે. અને તે છૂટા પડેલ O  ( ઑક્સીજન એટમ ) સાથે મળી c lO ( ક્લોરીન મોનોક્સાઈડ )બનાવે છે. જે પાછો બીજા ઑક્સીજન એટમ સાથે મળી સામાન્ય ઑક્સીજન ( ૦) તેમજ ક્લોરીન ( cl). આમ ક્લોરીન એટમ મૂળ સ્વરૂપમાં એમનો એમ  રહેછે. પરંતુ પોતે શક્તિહીન થાય ત્યાં સુધીમાં તે ઍક લાખ વખત ઓજોન નાસ કરવાનું ચક્ર ચલાવ્યા રાખે છે.

સને ૧૯૮૦ ના મધ્યકાળમાં પૃથ્વીવાસીઓને અચાનક એહસાસ થયોકે રક્ષણ આપતા ઓજોનના પડને ભયંકર રીતે નુકસાન થઈ રહ્યું છે. વીસમી સદી માં માનવજાતે ઔધ્યોગિક પ્રગતિના મોરચે હરણફાળ ભરી અને ઇન્ડસ્ટ્રીજ ના હવામાનમાં છોડાયેલ રસાયણિક તત્વો ઉપરના સ્ટ્રાટોસ્પીયરમાં જઈને ઓજોન વાયુનો નાસ કરવા લાગ્યા. આમતો ઓજોન  (Ό) , ઑક્સીજનનું ( ૦) જ  બીજું સ્વરુપ  છે. અને સૌથી જીવન પોષક છે.   સ્ટ્રાટોસ્પીયરમાં પણ તે ખૂબ ઓછા પ્રમાણ માં હોય છે. ૧૦ લાખ માં ફક્ત ૧૦ માં ભાગમાં, પરંતુ આટલો ઓજોન પણ સૂર્ય તરફથી  આવતા ખતરનાક  અલ્ટ્રાવાઓલેટ કિરણોને પૃથ્વીની સપાટી પર ૧૦  થી ૩૦ માઇલ્સ નીચે આવતા અટકાવે છે.

અમુક ઈન્ડસ્ટ્રીજ ના વાયુઓ જેઓને ક્લોરોફ્લોરોકારબનથી ઓળખવામાં આવેછે. તે મોટાભાગે  કુદરતી બીજા તત્વો સાથે ભળી જતાં ન હોવાથી તે લાંબો સમય સુધી હવામાં રહે છે  અને આજ કારણે તેમનો વધુ પડતો ઉપયોગ રેફરીજરેટેર્સ  માં ઠંડક આપનારા કુલંટ  તરીકે વપરાય છે, તેમનો ઉપયોગ કોફી કંટેનર્સ તેમજ ફાસ્ટફૂડ કંટેનર્સ અને કોમ્પુટર્સ ની ચીપમાં થાય છે.

તેમની આ જલ્દીથી નાશ  ન થઈ શકવાની ક્ષમતાના ના કારણે તે પૃથ્વીના વાતાવરણોના ઉપલા પડોમાં પહોચી જાય છે. અને પછી સર્જાય છે , એક ગંભીર સમસ્યા – ઓઝોનના પડમાં  ગાબડાં પાડવાનું.

સાયટીસ્ટો ના તારણો અનુસાર દક્ષિણ ધ્રુવમા  ૫૦ % જેટલું ઓજોનનું પ્રમાણ ઘટ્યું છે. જ્યારે  ઉતર ધ્રુવમાં તે પ્રમાણ ૧૫ % થી ૧૭ % છે. માનવજાત ઉપર ઍક ગંભીર સમસ્યાનું મંડરાંણ થઈ રહ્યું છે.  જો ઓઝોનના પડમાં  ગાબડાં પડે તો સીધી રીતે સૂર્યના ખતરનાક અલ્ટ્રાવાયોલેટ કિરણો પૃથ્વીની જીવ સૃષ્ટિ ને જુદી જુદી રીતે અસર કરી શકેછે  (૧) જુદી જુદી જાતના બેક્ટેરિયાઓનો નાશ કરી શકેછે (૨) અમુક જાતની વનસ્પતિનો નાશ કરી તેનું  જીવન ચક્ર અટકાવી શકેછે (૩) દરિયાઈ વનસ્પતિ તેમજ જીવસ્રુષ્ટિ ને નુકસાન કરી શકેછે. (૪) માણસ જાતમાં સ્કીન કેન્સર ની સમસ્યા પેદા કરી શકે છે. (૫) આંખમાં મોતિયાની સમસ્યા કરી શકે છે.

પર્યાવરણ બાબતની ઍક અજન્સી ના ૧૯૮૭ના ઍક અનુમાન મુજબ દરેક ૧% ઓઝોનના  ઘટવા સામે ૧ થી ૩% સુધી ચામડીના કેંસરના દરમાં વધારો થઈ  શકે છે.. છેલ્લા દસ વરસોમાં ઓઝોનના પ્રમાણ ઓછામાં ઓછું ૨ ટકા ઘટી ગયું છે. જેના કારણે ચાલીસ લાખ થી વધુ કેન્સર ના કેસો વધી શકે છે, ફક્ત છેલ્લા દસ વર્ષનાં  આકડા જોતાં , સ્કીન કેન્સરના કેસો માં ૫૦% વધારો થયેલ છે..

સપ્ટેમ્બર ૧૯૮૭માં આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ વિશ્વના ઔધ્યોગિક ક્ષેત્રે આગળ પડતાં ચાલીસ દેશો આ ખતરનાક ક્લોરોફ્લોરોકાર્બન નું ઉત્પાદન ૧૯૯૮ સુધીમાં ૫૦% ઘટાડવા માટે  સહમત થયા હતા. અને ફરીથી જૂન ૧૯૯૦માં સહમતી રિવાઈજ કરી એમ નક્કી કર્યું કે વર્ષ ૨૦૦૦ સુધીમાં ક્લોરોફ્લોરોકાર્બનનું  ઉત્પાદન ૧૦૦% ઘટાડી નાખવું. પરતું ઔધ્યોગિક ક્ષેત્રે ઓછા વિકસેલા દેશો  માટે આ મર્યાદા ૨૦૧૦ સુધી રાખવામા આવેલ. ૨૦૧૦ પૂરી થાય છે , થઈ ગઈ .આ સહમતિનું પાલન કોઈ દેશો કરવા માંગતા નથી અથવાતો પાલન કરવું અઘરું છે. માંનોકે ૧૦૦ ટકા  પાલન પણ થાય તો પણ આ ક્લોરોફ્લોરોકાર્બન  જે અત્યારે મોજૂદ છે અને જે હવામાન માં છૂટા થવાની રાહ જોઈ રહ્યા છે તે આવનારા દશકાઓ સુધી ઓઝોનના લેવલમાં ઘટાડો કરવાનું કામ કરતાં રહેશે. એમ કુદરતી કારણો કરતા  પૃથ્વીના હવામાન અને વાતાવરણને બદલવામાં આ માનવજાત નો હિસ્સો વધુ છે. તાજેતરમાં ‘કોપેનહેગન’ ખાતે મળેલ સમિટનું  ફારસ બધા એ  જોયું હશે . કાર્બન ક્રેડિટ મેળવવાની વાતો ફક્ત થાય છે. રાજકીય રીતે જવાબદારી કોની ..?    

Advertisements