મિત્રતા —— મારી દ્રષ્ટિએ

અહી હું મિત્રતા ની ડેફિનેસન આપવા માંગતો નથી તેમાં પછી બીજું ઘણું બધુ નીકળી પડસે , સાચી અને ખોટિ મિત્રતા કેવી હોય , તેમાં  પછી વળી જુદી જુદી કેટેગરીઓ બતાવવી પડસે લિસ્ટ લાંબુ થઈ જાય, દાખલા તરીકે ચા – મિત્ર, ઓફિસ- મિત્ર વિગેરે વિગેરે . પ્રકાશ સાચો કે ખોટો ન હોય શકે , પ્રકાશ હોય તો હોય, ન હોય તો અંધારૂ. બસ તેમજ મિત્રતા હોય તો મિત્રતા અને ન હોય તો પછી અન્ય સબંધો . તેને સમજાવવા દાખલાઓ આપવા પણ જરૂરી નથી બધાને ખબર છે.

મિત્ર એ આનંદ નું સ્વરૂપ છે . ઍક આત્મા પણ શરીર બે . વિચારોની ભિન્નતા પણ દિલની એકતા, ઍક બીજાને સમજવાની અને અનુકૂળ થવાની તત્પરતા, મદદ લેવામાં અને મદદ કરવામાં  કોઈ સંકોચ કે શરમ નહીં. બંને વચ્ચે મોટાપણાનો કે નાનાપણાનો કોઈ ભેદ નહીં –મનથી અને દિલથી પણ નહીં. મિત્રતાનો દાવો કરવાનો ન હોય તેનો  અહેસાસ આપમેળે જ થતો હોય છે. જાણે ફૂલની મહેક. જેને મિત્રો હોય તે ખૂબ નસીબદાર છે , જેમ જૂના દારૂની કિમત વધારે તેમ juni  mitrata અણમોલ. મિત્ર એ જીવનમાં  આનંદ વધારનાર જબરદસ્ત પરિબળ છે. અને આનંદ તે જીવન છે . ઉદાસ માણસ જીવતી લાશ સમાન છે.આથી મિત્ર શક્તિવર્ધક અમૃત છે. એકલો તેજ જીવી સકે જે  ઇન્સાન  ભગવાન હોય  અથવાતો  જાનવર હોય. મિત્ર ઘણીવાર આથીજ તો પત્નીઓનો દુશ્મન છે. કારણકે પત્નીની હાજરી કરતાં મિત્રોની હાજરીમાં માણસ વધુ ખુશ જણાયછે . જીવનની સુનામીઓ અને મુશ્કેલીઓમાં મિત્ર હાજર હશે . તેજ રીતે જીવનની  ખુશીઓમાં પણ સાથે હશે. ઘણીવાર મિત્રતામાં તિરાડ પડેછે . આ તિરાડ શું છે ? તિરાડ કોઈપણ  વસ્તુના બે ભાગ કરેછે. વસ્તુ ઍક હતી તો બે ભાગ કેમ થયા ? ક્યાક નબળાઈ હતી ? હા, નબળી વસ્તુમાં જ તિરાડ પડે . આ નબળાઈઓ શું હોય શકે ? ખેલદિલીનો અભાવ , વિશ્વાસનો અભાવ , લાભ લેવાની વૃતિ , માન-સન્માનની ખેવના, જો આવા નબળા પરિબળો તમારી દોસ્તીના પાયા હોયતો તેને મહેર્બાનિકરીને હટાવી દેસો ,નહિતો દોસ્તી લજવાસે, તેને બીજું કોઈ નામ આપજો . કોઈવાર ભૂલતો થાય , સ્વીકારીને દોસ્તી મજબૂત કરી શકાય છે . ઘણા લોકો ટાઈમ પાસ કરવા રોજ મળતા હોય છે અને બસ નામ આપે અમે દોસ્ત છીએ. પણ પાયા નબળા હોય છે. જે રીતે પત્ની પ્રત્યે કોઈ લગાવ ,પ્રેમ નથી પણ રોજ ઘરે જવું પડતું  હોય છે. પછી ઍક વસ્તુ ના બે ભાગ તિરાડ પાડવા થી થાય છે.

આશાથી મળે તે ભીખ , આશા વિના મળે તે  ગીફ્ટ , દોસ્તીમાં કોઈ આશાઓ , અપેખ્શાઓ રાખવામા આવતી નથી . તેવી ધારણાઓ રાખીને બનાવેલા સબંધોને મિત્રતામાં ખપાવી ન શકાય, સ્ત્રી અને પુરુષ વચ્ચેની મિત્રતા ગહન પ્રેમના સબંધો આપેછે . તેમા પણ ગલત , નબળો પાયો હોય તો પ્રેમ ભંગાયછે . એમોશનલ અત્યાચાર સિરિયલ ના હપ્તા થોડા જોયા હતા . તેમાં ફિડિલિટી ટેસ્ટ લેવાયછે . 95% ઉપર ફેઇલ થાય છે. કારણ સાફ છે  જ્યાં પહેલેથીજ ભરોસો નથી પછી ટેસ્ટ માં તમારી પ્રેમિકા કે પ્રેમી ફેઇલ જ થસે . પછી થાય છે ગાળાગાળી, અમુક વાર મારામારી પણ ,આપણું દિલ દુખાય છે .  જેને તેને મિત્ર ના કહો ફક્ત એમ કહો હું તેને ઓળખું છું . મિત્ર શબ્દમાં ભેલશેલ કે મિલાવટ ન ચાલે . નહિતર એવું થાય કે ગરીબ હોય તેવા ભાઈ નું નામ કુબેરભાઈ હોય અને તેની પાસેથી તમે ધનવાન થવાના સ્વપ્ના રાખો . મિત્રતા ભગવાનની ગીફ્ટ છે તેને માંણતા શીખો .

Advertisements