ozone in danger

        ઓજોન વાયુના પડમાં  ગાબડાં થી નુકશાન                                                                                                ઓજોન ઍક મહત્વનો વાયુ છે. પૃથ્વીથી ૧૨ થી ૫૦ કીલોમીટર સુધીનો સ્ટ્રાટોસ્પીયર જયાં તે સૌથી વધારે   ઘનતામાં હોય છે . ત્યાં પણ તે આજકાલ જોખમમાં છે. આ વાયુ સુર્ય તરફથી આવતા ખતરનાક અલ્ટ્રાવાઓલેટ કિરણો નો માર પોતે સહન કરી પૃથ્વીવાસીઓને તેની અસરોથી  બચાવે છે.  અલ્ટ્રાવાઓલેટ કિરણો જ્યારે ઓજોન (Ό) મોલેકુયલ સાથે અથડાયછે , ત્યારે તેના બે ભાગ પડી જાય છે. O  અને ૦ ઓક્સિજક્ન કે જેનો આપણે શ્વાસ લેવામાં ઉપયોગ કરીએ છીએ. આ દરમ્યાન જીવન વિરોધી અલ્ટ્રાવાઓલેટ કિરણોની શક્તિ વધારાની ગરમીમાં પરિવર્તિત થાય છે અને જે ત્યારબાદ પૃથ્વી પર પહોચતી પણ નથી. આ ચક્ર અવિરત ચાલે છે. વળી પાછા ઑક્સીજન એટલેકે O  અને ઑક્સીજન મોલેકુયલ ( ૦) ફરીથી સંયોજન થઈ નવો ઓજોન (Ό) મોલેકુયલ બનાવે છે. અને જેનાથી આપણી રક્ષા થાય છે. પરંતુ આ પ્રક્રિયામાં ક્લોરો ફ્લોરો કાર્બન્સ બાધકરૂપ બને છે. તે કેવી રીતે ? તે આપણે હવે પછી જોઈશું. ઓજોન માપવાનું યુનિટ ડોબસન છે. આ મહત્વના વાયુનું વાતાવરણમાં પ્રમાણ ઘટી રહયું છે તે ઍક ચિંતાનો વિષય છે.

ઓજોન ના પડમાં ગાબડાં પડવાના ઘણા કારણો છે. તેમાંનું ઍક કારણ છે, છેલ્લા દસકાઓમાં જે કેમિકલ્સ (રસાયણો) ઔધ્યોગિક હેતુ માટે વપરાય છે તે પૈકીનું ખતરનાક કેમિકલ : ક્લોરો ફ્લોરો કાર્બન્સ. ઓજોનના પડને પાતળું કરવામાં કારણભૂત આ તત્વની સૌથી વધુ અસર દક્ષિણ ધ્રુવ ઉપર જણાય છે. આ કેવી રીતે થાય છે તે હવે સમજીએ. જ્યાંરે અલ્ટ્રાવાઓલેટ કિરણો ફ્લોરો કાર્બન્સના મોલેકુયલસ સાથે અથડાય છે ત્યારે ક્લોરીન ઍટમ છૂટો પડે છે. અને આ છૂટો પડેલ ક્લોરીન એટમ ઓજોનના મોલેકુયલ (Ό) સાથે અથડાય છે.  અને  તેને O  તથા ( ૦) માં છૂટો પાડે છે. અને તે છૂટા પડેલ O  ( ઑક્સીજન એટમ ) સાથે મળી c lO ( ક્લોરીન મોનોક્સાઈડ )બનાવે છે. જે પાછો બીજા ઑક્સીજન એટમ સાથે મળી સામાન્ય ઑક્સીજન ( ૦) તેમજ ક્લોરીન ( cl). આમ ક્લોરીન એટમ મૂળ સ્વરૂપમાં એમનો એમ  રહેછે. પરંતુ પોતે શક્તિહીન થાય ત્યાં સુધીમાં તે ઍક લાખ વખત ઓજોન નાસ કરવાનું ચક્ર ચલાવ્યા રાખે છે.

સને ૧૯૮૦ ના મધ્યકાળમાં પૃથ્વીવાસીઓને અચાનક એહસાસ થયોકે રક્ષણ આપતા ઓજોનના પડને ભયંકર રીતે નુકસાન થઈ રહ્યું છે. વીસમી સદી માં માનવજાતે ઔધ્યોગિક પ્રગતિના મોરચે હરણફાળ ભરી અને ઇન્ડસ્ટ્રીજ ના હવામાનમાં છોડાયેલ રસાયણિક તત્વો ઉપરના સ્ટ્રાટોસ્પીયરમાં જઈને ઓજોન વાયુનો નાસ કરવા લાગ્યા. આમતો ઓજોન  (Ό) , ઑક્સીજનનું ( ૦) જ  બીજું સ્વરુપ  છે. અને સૌથી જીવન પોષક છે.   સ્ટ્રાટોસ્પીયરમાં પણ તે ખૂબ ઓછા પ્રમાણ માં હોય છે. ૧૦ લાખ માં ફક્ત ૧૦ માં ભાગમાં, પરંતુ આટલો ઓજોન પણ સૂર્ય તરફથી  આવતા ખતરનાક  અલ્ટ્રાવાઓલેટ કિરણોને પૃથ્વીની સપાટી પર ૧૦  થી ૩૦ માઇલ્સ નીચે આવતા અટકાવે છે.

અમુક ઈન્ડસ્ટ્રીજ ના વાયુઓ જેઓને ક્લોરોફ્લોરોકારબનથી ઓળખવામાં આવેછે. તે મોટાભાગે  કુદરતી બીજા તત્વો સાથે ભળી જતાં ન હોવાથી તે લાંબો સમય સુધી હવામાં રહે છે  અને આજ કારણે તેમનો વધુ પડતો ઉપયોગ રેફરીજરેટેર્સ  માં ઠંડક આપનારા કુલંટ  તરીકે વપરાય છે, તેમનો ઉપયોગ કોફી કંટેનર્સ તેમજ ફાસ્ટફૂડ કંટેનર્સ અને કોમ્પુટર્સ ની ચીપમાં થાય છે.

તેમની આ જલ્દીથી નાશ  ન થઈ શકવાની ક્ષમતાના ના કારણે તે પૃથ્વીના વાતાવરણોના ઉપલા પડોમાં પહોચી જાય છે. અને પછી સર્જાય છે , એક ગંભીર સમસ્યા – ઓઝોનના પડમાં  ગાબડાં પાડવાનું.

સાયટીસ્ટો ના તારણો અનુસાર દક્ષિણ ધ્રુવમા  ૫૦ % જેટલું ઓજોનનું પ્રમાણ ઘટ્યું છે. જ્યારે  ઉતર ધ્રુવમાં તે પ્રમાણ ૧૫ % થી ૧૭ % છે. માનવજાત ઉપર ઍક ગંભીર સમસ્યાનું મંડરાંણ થઈ રહ્યું છે.  જો ઓઝોનના પડમાં  ગાબડાં પડે તો સીધી રીતે સૂર્યના ખતરનાક અલ્ટ્રાવાયોલેટ કિરણો પૃથ્વીની જીવ સૃષ્ટિ ને જુદી જુદી રીતે અસર કરી શકેછે  (૧) જુદી જુદી જાતના બેક્ટેરિયાઓનો નાશ કરી શકેછે (૨) અમુક જાતની વનસ્પતિનો નાશ કરી તેનું  જીવન ચક્ર અટકાવી શકેછે (૩) દરિયાઈ વનસ્પતિ તેમજ જીવસ્રુષ્ટિ ને નુકસાન કરી શકેછે. (૪) માણસ જાતમાં સ્કીન કેન્સર ની સમસ્યા પેદા કરી શકે છે. (૫) આંખમાં મોતિયાની સમસ્યા કરી શકે છે.

પર્યાવરણ બાબતની ઍક અજન્સી ના ૧૯૮૭ના ઍક અનુમાન મુજબ દરેક ૧% ઓઝોનના  ઘટવા સામે ૧ થી ૩% સુધી ચામડીના કેંસરના દરમાં વધારો થઈ  શકે છે.. છેલ્લા દસ વરસોમાં ઓઝોનના પ્રમાણ ઓછામાં ઓછું ૨ ટકા ઘટી ગયું છે. જેના કારણે ચાલીસ લાખ થી વધુ કેન્સર ના કેસો વધી શકે છે, ફક્ત છેલ્લા દસ વર્ષનાં  આકડા જોતાં , સ્કીન કેન્સરના કેસો માં ૫૦% વધારો થયેલ છે..

સપ્ટેમ્બર ૧૯૮૭માં આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ વિશ્વના ઔધ્યોગિક ક્ષેત્રે આગળ પડતાં ચાલીસ દેશો આ ખતરનાક ક્લોરોફ્લોરોકાર્બન નું ઉત્પાદન ૧૯૯૮ સુધીમાં ૫૦% ઘટાડવા માટે  સહમત થયા હતા. અને ફરીથી જૂન ૧૯૯૦માં સહમતી રિવાઈજ કરી એમ નક્કી કર્યું કે વર્ષ ૨૦૦૦ સુધીમાં ક્લોરોફ્લોરોકાર્બનનું  ઉત્પાદન ૧૦૦% ઘટાડી નાખવું. પરતું ઔધ્યોગિક ક્ષેત્રે ઓછા વિકસેલા દેશો  માટે આ મર્યાદા ૨૦૧૦ સુધી રાખવામા આવેલ. ૨૦૧૦ પૂરી થાય છે , થઈ ગઈ .આ સહમતિનું પાલન કોઈ દેશો કરવા માંગતા નથી અથવાતો પાલન કરવું અઘરું છે. માંનોકે ૧૦૦ ટકા  પાલન પણ થાય તો પણ આ ક્લોરોફ્લોરોકાર્બન  જે અત્યારે મોજૂદ છે અને જે હવામાન માં છૂટા થવાની રાહ જોઈ રહ્યા છે તે આવનારા દશકાઓ સુધી ઓઝોનના લેવલમાં ઘટાડો કરવાનું કામ કરતાં રહેશે. એમ કુદરતી કારણો કરતા  પૃથ્વીના હવામાન અને વાતાવરણને બદલવામાં આ માનવજાત નો હિસ્સો વધુ છે. તાજેતરમાં ‘કોપેનહેગન’ ખાતે મળેલ સમિટનું  ફારસ બધા એ  જોયું હશે . કાર્બન ક્રેડિટ મેળવવાની વાતો ફક્ત થાય છે. રાજકીય રીતે જવાબદારી કોની ..?    

mind management

To define mind is not solving a simple cross-word puzzle. It is a tremendous organ responsible for the development of whole of the human race. Nevertheless in future the same organ could bring the end of  it. Therefore it is necessary and important to use this organ or facility as wisely as possible not only for individual’s own interest but also for the better future of civilization. The mind is a very complex organ defined in more than one ways according to its functions and characteristics. Actually it is the  master of the body and works for its survival. I will not go in to details of its functions and how it works, i think most of my learned readers know at least some basics of this vital organ. But briefly, as the driver is to the car or any vehicle, so is the mind for the body of humans. Problems arise when the driver of a vehicle is not in control, inefficient, drunk, not attentive, has lack of knowledge about his path, has no idea of his desired destination or few such other things which are a hinderance in doing his function of driving. Similarly when the mind is not in control ( i.e. it is a slave of human desires), has no knowledge and has no idea about its goals in life surely it will take the person to the valley of destructions. It is the only organ which can train itself and help itself. It can go inside itself to the inner depths of subconsciousness and still further deep and analyse and improve. It can also become slave and master of itself, that is why most of the people are confused about its behaviour , therefore they know it by so many names like , mind, brain, intelligence, wisdom, and so on. All thought processes are going on continuously day and night even during the deepest sleep. Incidents happened years ago haunt him/ it in the night and torment it. It is a wonderful organ. It’s energies must be saved. It is a storage house of garbage in the form of useless thoughts and feeling. It is also a land where the first seeds of great ideas germinate and take the shape of great human endeavours.

Failure of mind: some examples

In America one lady professor shot dead two or three colleagues after the decision of her extension at work place went against her.(2) recently , two days back near  “Chotila” a father killed his son just because he was unable to support him. That is what he is saying to the police.(3) In Dehradun a software engineer killed his wife and cut her body in to pieces and stored them in to a deep freezer.(4) A  fellow just enters a school building and starts firing, kills lots of school children. The list could be endless and my memory is not that sharp nor is it my intention to horrify you with gory details of such incidents which are clear indications of failure of mind. Reasons for the failure of mind could be attributed to many factors; some of them may lead us to prehistoric times and childhood phases in human development. Improper upbringing, Socio-economic factors, incapacity to handle emotions in case of loss of loved ones, loss of property, break-up with a  life partner, Repression of basic Instincts, traumatic incidences, prolonged captivity, war experiences, victimization, victim of torture, and similar factors  are germinating grounds for various types of mental malfunctioning.

I will name a few for your further research and contemplation , like obsession  neurosis, traumatic illness, anxiety hysteria, phobias, depression, hysteria, megalomania, narcissism, paranoia, chronic systematic insanity, melancholia, inferiority complex and insomnia.

In the task of mind management we must also see that the mental energy is fully utilized to achieve individual goals and peace of mind. Therefore it is most important that it be not wasted by way of misdirection and improper handling. Mind Energies are dissipated very easily and takes a big toll on the victims of above mentioned disorders. The victim feels helpless and worthless and fails to show good results in the society. The society throws him in to a mad house before consulting a good doctor or having services of a qualified psychoanalyst. Sometimes the victim may harm other man, woman or children. He may even harm himself.

Loss of loved ones may throw the person or say his mind in to a state of prolonged mourning or melancholia. The person looses all interest in the outside world, may not take food also. Under this condition he cannot function as a normal human being. In melancholia he even looses self esteem. They do come back to normal state sometimes but time lost is lost. But some mental illnesses never go and devastate the victim and his family to a great deal.  Surprisingly even other chronic illnesses like cancer, headaches and Aids may torment the victim and lead him to a mental disorder of some kind. Proper care and family love can at least give him the strength to fight the disease.  I am not a student of psychoanalysis but I think love and faith can help tremendously in all kinds of mental disorders or all illnesses. If the children are given 75% Love  and 25% discipline fewer problems will be faced by the society. Do not get mislaid by this formula , each child or person is a different  entity and must be dealt accordingly as per his or her mental constitution. An unruly child may need more amount of discipline, also he may want more love or attention and that may be the cause of his unruly behavior or naughtiness. Older people are quite experienced in this regard. Marriages are broken due to improper handling of emotions, not being able to understand each other, satisfaction of ego is not met with.

Wherever you look, the most important organ of a human body namely , the mind is at play. The whole history of human progress was entirely dependent on  this organ namely brain or mind. Is mind a slave or a master of “you”?  . well I will dare to answer. : ‘ we need both of them , a slave to work for us and a master to guide and control us.”

Mind is an organ where all mental processes conscious or unconscious take place continuously. It is like a river flowing with it’s water having flowers, decayed bodies, organic matter in short good or bad things in our terms. The river does not try to throw any one of them out of it. It just carries everything. No differentiations. Well, river is river if it gets dirtier the government might spend money to clean it. Also, a man I must point out at this stage  does not have a full control over his thoughts . He is living in this world and comes across varied kinds of experiences, incidences, sees lots of new things daily and perceives them according to his past experiences and knowledge. Then he may take appropriate action or refrain from it. Nevertheless he is affected by the outside world and also with his knowledge of the same world. Now we can see that one’s mind’s knowledge is also important to function properly. Thoughts which are bad according to the social norms and laws of the land ,which are put in to action  due to lack of will or low moral background or lack of knowledge may harm the society and the family also. One may be obsessed with spiritual ideas, gods and deities and also on the other side  may complain of having “ bad dreams& bad ideas”. The solution is: be with your inner self. Subconscious and Unconscious and the metaphysics of it, involving the making of your inner self play a greater part in your development and existence. Now, one may ask how am I to improve myself or guard against such mental disorders or illnesses. Watch your thoughts, analyze, judge , and take the services of your slave :the mind . and take the guidance of your master: the same  mind. Are you perplexed?  Well, that was my original intention.  “ a life that is unexamined is not worth living” , said Socrates. Well, my dear readers I would like to replace the word “life’ by “mind”.

“Every human being is the author of his own health or disease.”—Buddha.

From above quotation of lord Buddha one can make out that you yourself are master, the only master available to you who can really help you. So do not go for “ nazar surksha kavach “,” laxmi yantra” and so on. I may add, do not ever feel guilty even if you have commited a crime. Just face the consequences , well because only you have to face it.

 

 

 

પૈસાની માયાજાળ

માનવ જ્યારે વાનર હતો ત્યારે કોઈ ઉપાધી નહોતી. હૂપાહૂપ કરી મજા કરવાની. જંગલો અને પર્યાવરણ નો બચાવ થાત. પરંતુ સમાજની રચના તેમજ સંસ્કૃતિનો વિકાસ થવાથી જ્ઞાનનું વિસ્તૃતિ કરણ થયું. તેમ થવાથી ગમે તે બાબત હોય કે વિષય હોય, માનવ મન મૂંઝાવા લાગ્યું॰ મોટા મોટા તત્વ ચિંતકોએ, સમાજશાસ્ત્રીઓએ, મનોવેજ્ઞાનિકોએ, ધર્મશાસ્ત્રીઓએ અને વૈજ્ઞાનિકોએ મહાન કહી શકાય તેવા ગ્રંથોની રચના કરી॰ માનવ સમાજના પથ પ્રદર્શક બન્યા॰ તેમ છતાં વાંચનના અભાવે, નહીં સમજી શકવાના કારણે અથવાતો વિશ્વાસ ન હોવાના કારણે અમૂલ્ય ગ્રંથો ધૂળ ખાતા પડી રહ્યા છે॰ લોકોની આ ઉદાસીનતાથી જ્ઞાનનું જનજીવનમાં અમલીકરણ થતું નથી. ડગલે ને પગલે માણસ ભૂલોની પરંપરાઓ સર્જી   તેનો ભોગ બનતો રહેછે . money is power.

         પૈસાનું પણ એક અલગજ ગણિત છે ॰ પૈસાને બનાવવા, કમાવવા, સાચવવા, વધારવા, અને પછી તેને વાપરવા. વાપરવામાં , ઉડાવવામાં , કે ખર્ચ કરવામાં, કે સમજીને સાચવીને ખર્ચ કરવામાં માણસને નિર્ણય લેવા પડતાં હોય છે॰ આ ગણિતમાં જો થાપ ખવાય જાય તો મુશ્કેલીઓ નો ડુંગર ખડો થઈ જવાની સંભાવના ખરી॰ ઘણીવાર લોકો પોતાની જિંદગી પણ હોમી દેતા હોય છે.

     આજ ના યુગમાં પૈસાનું મહત્વ સમજી શકાય છે. ત્યારે સામાંન્ય અને ઉત્સાહી લોકો યોગ્ય જજમેંટ નહીં લઈ સકવાના કારણે ફક્ત કમાઈ લેવું છે તેવા ઇરાદાથી જંપલાવેછે. આગળ પાછળનું વિચાર્યા વિના. લોનોની હારમાળા, ગુનાઓની પરંપરા , છેતરપિંડી, ખૂન, અપહરણ, મારા-મારી વિગેરે કૃત્યો કરવામાં પાછીપાની કરતાં નથી. શોર્ટકટ ની આ થીયરી પોતાના માટે અને સમાજ માટે પણ હાનિકર્તા છે. ટૂંકું વૈભવી જીવન , પછી નસીબ યારી ન આપેતો જેલમાં , ફાંસી અથવા આજીવન કૈદ. હીંમત અને જવામર્દી કે જે સાચા રસ્તે નહોતી. તાકાત કે જે વેડફાઇ. આપણો સમાજ પણ જવાબદાર છે આમાં .      

      બીજો વર્ગ વો છે જે સારા રસ્તે કમાયતો  છે. પરંતુ  બસ કમાય જ છે , વાપરતા નથી આવડતું, પ્રસ્ન એ થસે કે  કમાતા આવડે અને વાપરતા ન આવડતું હોય તેવું બની સકે ખરું. હા , દાખલો આપું : અતિશય મોજશોખ અને વ્યશનો પાછળ પૈસા વેડફી નાખવા, સામાજિક ડરના કારણે સામાજિક પ્રસંગોમાં હદ બહારનો ખર્ચ કરી નાખવો, લાગણીને વશ થઈ પ્રેમિકા ,પત્ની કે મિત્રો કે બાળકો પાછળ બિન જરૂરી ખર્ચા કરવા.પ્રાયોરિટી નક્કી કર્યા સિવાય ખર્ચ કરવા. પૂરતી તપાસ કર્યા વિના, ભાવતાલ કર્યા સિવાય ઊંચા ભાવે ખરીદી કરી નાખવી. રોકડેથી ખરીદ કરી શકતા હોય તેમ છતાં લોન લેવી. જરૂરિયાત કરતાં વધુ ખર્ચ કરવો જેમકે નાની કાર થી ચાલી શકે તેમ હોવા છતાં મોંઘીદાટ કાર લેવી. આ બધી બાબતો માં મધ્યમ  વર્ગ ને વધારે ધ્યાન રાખવું જોઈએ. બાળકોની ફી પ્રથમ ભરવી જોઈએ ,ત્યારબાદ ટીવી કે ફ્રિજ વસાવવું જોઈએ .      

ત્રીજો વર્ગ છે , ત્રેવડ બહારનો ખર્ચ કરવાની આદત વાળા :  કારની ખરેખર કોઈ એવિ જરૂરિયાત નથી પણ વટ  મારવા લોન લઈ, દેવું કરી કાર ખરીદ કરવી , પછી હપ્તા ભરી સકતા નહી હોવાથી કંપની કાર પરત લઈ જાય॰ મોંઘું ફર્નિચર વસાવવું વિઘેરે. આવા લોકો ફક્ત વાપરી જાણેછે.      

અમુક લોકો ફક્ત પૈસા બચાવી જાણેછે. જે લોકોની જિંદગીમાં આનંદ પ્રમોદ નું કોઈ સ્થાન નથી. ગમેતે ભોગે બસ પૈસા બચાવવા. સગવડ હોય, જરૂરિયાત પણ હોય તેમ છતાં ગરીબ જેવી જિંદગી જીવતા હોય છે.

        હાલના મોંઘવારીના યુગમાં સારી રીતે પૈસા બનાવવાનું,યોગ્ય રીતે બચાવવાનું, સમજીને ખર્ચ કરવાનું અને યોગ્ય રોકાણ કરી વધારવાનું  શીખવું જરૂરી છે.

આવક અને ખર્ચ ઉપર હમેસા નજર રાખવી જોઈએ. જેમ ટાઈમ મેનેજમેંટ કરી વધુ સમય નો સદુપયોગ થાય તેમ મની મેનેજમેંટ કરી તેનો યોગ્ય ઉપયોગ કરી શકાય. ઍક કહેવત યાદ આવે છે. “ EASY COMES EASY GOES”. પૈસા એક શક્તિ નું રૂપ છે તેને પુરતુ સન્માન આપવું જોઈએ . વેડફી નાખવાની વસ્તુ નથી. જો મહેનત ની કમાણી નહીં હોય તો તેની દુરોગામી અસરો મારી સમજ મુજબ સારી નથી હોતી. તેમજ આવું ધન કહેવત મુજબ જલ્દી ખરાબ માર્ગે ચાલ્યું જાયછે.

મિત્રતા —— મારી દ્રષ્ટિએ

અહી હું મિત્રતા ની ડેફિનેસન આપવા માંગતો નથી તેમાં પછી બીજું ઘણું બધુ નીકળી પડસે , સાચી અને ખોટિ મિત્રતા કેવી હોય , તેમાં  પછી વળી જુદી જુદી કેટેગરીઓ બતાવવી પડસે લિસ્ટ લાંબુ થઈ જાય, દાખલા તરીકે ચા – મિત્ર, ઓફિસ- મિત્ર વિગેરે વિગેરે . પ્રકાશ સાચો કે ખોટો ન હોય શકે , પ્રકાશ હોય તો હોય, ન હોય તો અંધારૂ. બસ તેમજ મિત્રતા હોય તો મિત્રતા અને ન હોય તો પછી અન્ય સબંધો . તેને સમજાવવા દાખલાઓ આપવા પણ જરૂરી નથી બધાને ખબર છે.

મિત્ર એ આનંદ નું સ્વરૂપ છે . ઍક આત્મા પણ શરીર બે . વિચારોની ભિન્નતા પણ દિલની એકતા, ઍક બીજાને સમજવાની અને અનુકૂળ થવાની તત્પરતા, મદદ લેવામાં અને મદદ કરવામાં  કોઈ સંકોચ કે શરમ નહીં. બંને વચ્ચે મોટાપણાનો કે નાનાપણાનો કોઈ ભેદ નહીં –મનથી અને દિલથી પણ નહીં. મિત્રતાનો દાવો કરવાનો ન હોય તેનો  અહેસાસ આપમેળે જ થતો હોય છે. જાણે ફૂલની મહેક. જેને મિત્રો હોય તે ખૂબ નસીબદાર છે , જેમ જૂના દારૂની કિમત વધારે તેમ juni  mitrata અણમોલ. મિત્ર એ જીવનમાં  આનંદ વધારનાર જબરદસ્ત પરિબળ છે. અને આનંદ તે જીવન છે . ઉદાસ માણસ જીવતી લાશ સમાન છે.આથી મિત્ર શક્તિવર્ધક અમૃત છે. એકલો તેજ જીવી સકે જે  ઇન્સાન  ભગવાન હોય  અથવાતો  જાનવર હોય. મિત્ર ઘણીવાર આથીજ તો પત્નીઓનો દુશ્મન છે. કારણકે પત્નીની હાજરી કરતાં મિત્રોની હાજરીમાં માણસ વધુ ખુશ જણાયછે . જીવનની સુનામીઓ અને મુશ્કેલીઓમાં મિત્ર હાજર હશે . તેજ રીતે જીવનની  ખુશીઓમાં પણ સાથે હશે. ઘણીવાર મિત્રતામાં તિરાડ પડેછે . આ તિરાડ શું છે ? તિરાડ કોઈપણ  વસ્તુના બે ભાગ કરેછે. વસ્તુ ઍક હતી તો બે ભાગ કેમ થયા ? ક્યાક નબળાઈ હતી ? હા, નબળી વસ્તુમાં જ તિરાડ પડે . આ નબળાઈઓ શું હોય શકે ? ખેલદિલીનો અભાવ , વિશ્વાસનો અભાવ , લાભ લેવાની વૃતિ , માન-સન્માનની ખેવના, જો આવા નબળા પરિબળો તમારી દોસ્તીના પાયા હોયતો તેને મહેર્બાનિકરીને હટાવી દેસો ,નહિતો દોસ્તી લજવાસે, તેને બીજું કોઈ નામ આપજો . કોઈવાર ભૂલતો થાય , સ્વીકારીને દોસ્તી મજબૂત કરી શકાય છે . ઘણા લોકો ટાઈમ પાસ કરવા રોજ મળતા હોય છે અને બસ નામ આપે અમે દોસ્ત છીએ. પણ પાયા નબળા હોય છે. જે રીતે પત્ની પ્રત્યે કોઈ લગાવ ,પ્રેમ નથી પણ રોજ ઘરે જવું પડતું  હોય છે. પછી ઍક વસ્તુ ના બે ભાગ તિરાડ પાડવા થી થાય છે.

આશાથી મળે તે ભીખ , આશા વિના મળે તે  ગીફ્ટ , દોસ્તીમાં કોઈ આશાઓ , અપેખ્શાઓ રાખવામા આવતી નથી . તેવી ધારણાઓ રાખીને બનાવેલા સબંધોને મિત્રતામાં ખપાવી ન શકાય, સ્ત્રી અને પુરુષ વચ્ચેની મિત્રતા ગહન પ્રેમના સબંધો આપેછે . તેમા પણ ગલત , નબળો પાયો હોય તો પ્રેમ ભંગાયછે . એમોશનલ અત્યાચાર સિરિયલ ના હપ્તા થોડા જોયા હતા . તેમાં ફિડિલિટી ટેસ્ટ લેવાયછે . 95% ઉપર ફેઇલ થાય છે. કારણ સાફ છે  જ્યાં પહેલેથીજ ભરોસો નથી પછી ટેસ્ટ માં તમારી પ્રેમિકા કે પ્રેમી ફેઇલ જ થસે . પછી થાય છે ગાળાગાળી, અમુક વાર મારામારી પણ ,આપણું દિલ દુખાય છે .  જેને તેને મિત્ર ના કહો ફક્ત એમ કહો હું તેને ઓળખું છું . મિત્ર શબ્દમાં ભેલશેલ કે મિલાવટ ન ચાલે . નહિતર એવું થાય કે ગરીબ હોય તેવા ભાઈ નું નામ કુબેરભાઈ હોય અને તેની પાસેથી તમે ધનવાન થવાના સ્વપ્ના રાખો . મિત્રતા ભગવાનની ગીફ્ટ છે તેને માંણતા શીખો .